Dawood Ibrahim

Dawood Ibrahim News: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર અપાયું

Dawood Ibrahim News: દાઉદને કરાચીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો

નવી દિલ્હી, 18 ડિસેમ્બરઃ Dawood Ibrahim News: ભારતનો વધુ એક દુશ્મન તેના છેલ્લા શ્વાસો ગણી રહ્યો છે. હાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને કરાચીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી એ જાણી શકાયું નથી કે ઝેર કોણે આપ્યું. દાઉદને કડક સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડની સારવાર હોસ્પિટલના તે ફ્લોર પર થઈ રહી છે, જ્યાં માત્ર વરિષ્ઠ અધિકારીઓ અથવા હોસ્પિટલના પરિવારના સભ્યોને જ આવવાની મંજૂરી છે.

આ પણ વાંચો… Governor Shaktikanta Das: વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોમાં નવી ઊર્જાનું સિંચન કરશે: ગવર્નર શક્તિકાંત દાસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો