Earthquake in Morocco

Earthquake in Morocco: ભૂકંપથી ધણધણી ઉઠી મોરક્કોની ધરા, અધધ આટલા લોકોની થઈ મોત…

Earthquake in Morocco: ભૂકંપના કારણે ઓછામાં ઓછા 700થી વધુ લોકોના મોત થયા

નવી દિલ્હી, 09 સપ્ટેમ્બરઃ Earthquake in Morocco: આફ્રિકન દેશ મોરક્કો 7.2ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠ્યું છે. આ ભૂકંપના કારણે 700થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. મોતનો આંકડો હજુ વધવાની શક્યતા વચ્ચે હાલ રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભૂકંપની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે મરાકેશથી 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં પણ આંચકા અનુભવાયા હતા. મારકેશ શહેરથી 70 કિલોમીટર દૂર આવેલા એટલાસ પર્વતની નજીક આવેલા ઈઘિલ નામનું ગામ ધરતીકંપનું કેન્દ્ર હોવાનું કહેવાય છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 18.5 કિલોમીટર નીચે હતી. ભૂકંપના આંચકા છેક પોર્ટુગલ અને અલ્જીરિયા સુધી અનુભવાયા હતા.

ભૂકંપ કેવી રીતે આવે છે?

આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટ્સથી બનેલી છે. આ પ્લેટ્સ સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે ખૂબ દબાણ આવે છે ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ પછી ભૂકંપ આવે છે, જેના કારણે જમીનમાં ફોલ્ટલાઈન સર્જાઈ છે.

આ પણ વાંચો… Money & society: પૈસા કમાનારનું જ સમ્માન?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો