Pakistani MP Aamir Marries 18 year old Girl For Third Time

Pakistani MP Aamir Marries 18 year old Girl For Third Time: 18 વર્ષની સ્કૂલ છોકરી સાથે 49 વર્ષના પાકિસ્તાની સાંસદે ત્રીજીવખત કર્યા નિકાહ

Pakistani MP Aamir Marries 18 year old Girl For Third Time: આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા અને 24 કલાક પણ થયા ન હતા કે લિયાકત સાહેબે પોતાની ત્રીજી શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય આપી દીધો

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરીઃ Pakistani MP Aamir Marries 18 year old Girl For Third Time: પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PTIના સાંસદ આમિર લિયાકત હુસૈનના ત્રીજા નિકાહ પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે 18 વર્ષની યુવતી સઈદા દાનિયા શાહ સાથે નિકાહ કર્યા છે. તેમના નિકાહની વાત માત્ર પાકિસ્તાનમાં જ નહીં, પણ પાકિસ્તાનની બહાર પણ ચર્ચાનો વિષય બની છે.

49 વર્ષની વયે 18 વર્ષની યુવતી સાથે નિકાહ કરતાં લોકોએ આમિર લિયાકતની પુત્રી દુઆ સામે પણ સવાલોન મારો કર્યો હતો. લોકો તેને ટાંકીને કોમેન્ટ કરવા લાગ્યા જેનાથી નારાજ દુઆએ પિતાના ત્રીજા નિકાહને લઈને ટિપ્પણી કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ત્રણ નિકાહ કરી ચૂક્યાં છે. ઈમરાને પોતાના સાંસદને ફોન કરીને નિકાહની શુભકામના આપી હતી. ખાસ વાત એ છે આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા અને 24 કલાક પણ થયા ન હતા કે લિયાકત સાહેબે પોતાની ત્રીજી શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય આપી દીધો

લિયાકતને એક પરણવા યોગ્ય દીકરી પણ છે, જેનું નામ દુઆ છે. દુઆના પિતાના આ લગ્ન બુધવારે થયા. બુધવારે જ પાકિસ્તાની સાંસદનાં બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તુબા આમિર સાથે તલાક થયા હતા અને એ જ દિવસે તેમને ત્રીજા નિકાહ કરી લીધા. આમિરની ત્રીજી પત્ની અને તેમની ઉંમર વચ્ચેના અંતરને જોતાં પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ અને મીમ શેર કરી મજા લઈ રહ્યા છે.

‘જિયો ન્યૂઝ’ મુજબ આમિર લિયાકત વારંવાર પોતાનાં વિચિત્ર નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ તેમનો ચાહકવર્ગ ઘણો જ મોટો છે. આ જ કારણ છે કે 2018ની ચૂંટણીમાં ઈમરાને તેમને પાર્ટી ટિકિટ આપી અને તેઓ જીતીને સાંસદ પણ બની ગયા.

હાલ આમિરે સોશિયલ મીડિયા પર કહ્યું- વઝીર-એ-આઝમ જનાબ ઈમરાન ખાન સાહેબે મને ફોન કર્યો અને નિકાહને લઈને અભિનંદન આપ્યાં. હું તેમનો આભારી છું. જ્યાં સુધી મારા નિકાહથી જે લોકોને નથી નથી ગમ્યું તેમને હું ફક્ત એટલું જ કહીશ- દુનિયા જલે તો જલે.

જોકે સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર લિયાકત પર કટાક્ષ કરી રહ્યા છે. એક યુઝરે આમિરના જૂના ફોટા સાથે એક નવજાત બાળકીનો ફોટો મૂકતાં કહ્યું- 18 વર્ષ પહેલાં લિયાકત અને તેમની પત્ની. એક યુઝરે કહ્યું- આમિરની પાસે બસ એક જ કામ છે. નિકાહ-તલાક, નિકાહ-તલાક અને નિકાહ-તલાક.

તો નિકાહ પછી નવદંપતીએ સાથે મળીને પાકિસ્તાની પોડકાસ્ટ નાદિર અલીને એક ઈન્ટરવ્યુ પણ આપ્યો છે, જેમાં બંને એકબીજાના હાથમાં હાથ નાખીને વાતો કરતા જોવા મળે છે.

સાંસદની ત્રીજી બેગમ સઇદાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને આમિર સાથે પહેલી વખત ક્યારે પ્રેમ થયો, જેના જવાબમાં કહ્યું, ‘નાનપણમાં, હું તેમને ટીવી પર જોતી હતી. જ્યારે હું રડતી હતી તો મારા અમ્મી-અબ્બુ ટીવીમાં તેમને દેખાડતા હતા.’

આ પણ વાંચોઃ Mother son down from the 10th floor: માતાએ દીકરાને 10મા માળેથી નીચે લટકાવ્યો, વીડિયો વાઇરલ થયો- વાંચો શું છે મામલો?

સઇદાને એન્કરે પૂછ્યું કે જ્યારે તેઓ આમિરને ટીવી પર જોતા હતા તો ક્યારેય તેમના મનમાં એ વાત આવી કે એક દિવસ તેમની સાથે નિકાહ કરશે? જેના જવાબમાં સઇદાએ કહ્યું, ‘જ્યારે મારા નિકાહ થયા એ વાતને લઈને મને પણ વિશ્વાસ આવ્યો નહોતો. હવે મને લાગે છે કે આમિર લિયાકત મારા બની ગયા છે.’

દુઆ આમિરે પોતાની ઈન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરતાં લખ્યું છે કે ‘પ્લીઝ, મારા પરિવારને લઈને મારા પર કોમેન્ટ કરીને પોસ્ટમાં મને મેન્શન કરવાનું બંધ કરે. આ એકાઉન્ટ મારા આર્ટ વર્ક માટે છે. જો તમે આ વાતને માન ન આપી શકતા હોવ તો તમે મને અનફોલો કરી શકો છો.’

દુઆએ વધુમાં લખ્યું છે કે ‘હું મારા અંગત જીવનને લઈને કોઈપણ પ્રકારની કોમેન્ટ કે મેસેજનો જવાબ નથી આપવાની.’

Gujarati banner 01