Mother son down from the 10th floor

Mother son down from the 10th floor: માતાએ દીકરાને 10મા માળેથી નીચે લટકાવ્યો, વીડિયો વાઇરલ થયો- વાંચો શું છે મામલો?

Mother son down from the 10th floor: સોશિયલ મીડિયા પર મહિલાનાં આ કરતૂતનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો

ફરીદાબાદ, 12 ફેબ્રુઆરીઃ Mother son down from the 10th floor: હરિયાણાના ફરિદાબાદમાં એક મહિલાએ તેના બાળકને સાડીથી બાંધીને 10મા માળેથી નીચે લટકાવ્યાનો એક આઘાતજનક વીડિયો સામે આવ્યો છે. એક સામાન્ય વાતમાં આ મહિલાએ તેના બાળકને આટલા મોટા જોખમમાં મૂકી દીધું હતું. હકીકતમાં નવમા માળની બાલ્કનીમાં પડી ગયેલાં કપડાંને ઉપાડીને લાવવા માટે મહિલાએ તેના બાળકને 10મા માળેથી સાડીના છેડે બાંધીને નીચે લટકાવ્યો હતો.

આ ખોફનાક દૃશ્ય જોઈ પડોશીઓએ પણ આ મહિલાને આડેહાથે લીધી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. સોશિયલ મીડિયા પર મહિલાનાં આ કરતૂતનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. આ વીડિયો ગ્રેટર ફરીદાબાદના સેક્ટર-82ના પ્લોરિડા સોસાયટીનો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા સોસાયટીના 10મા માળે પરિવાર સાથે રહે છે. તેનાં કપડાં નવમા માળની બાલ્કનીમાં પડી ગયેલા અને એ ફ્લેટ બંધ હતો. આ સંજોગમાં મહિલા કપડાંને લાવવા માટે બાળકને સાડીથી બાંધી નીચે નવમા માળે મોકલે છે. બાળક કપડાં લઈને પાછો સાડીની મદદથી 10મા માળે પરત આવી ગયો હતો.

બીજી બાજુ, સોસાયટીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે આ ઘટના 6 કે 7 ફેબ્રુઆરીની છે. જ્યારે મહિલા તેના દીકરાને સાડીમાં બાંધીને લટકાવ્યો હતો. આ સંજોગોમાં વીડિયોને જોઈ સોસાયટીએ આ મહિલાને નોટિસ પાઠવી છે.

આ પણ વાંચોઃ US Ambassador tweet on hijab controversy: હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાન બાદ અમેરિકાની થઈ એન્ટ્રી- વાંચો વિગત

Gujarati banner 01