pfizer

12-15 વર્ષના બાળકો માટે આવી ગઈ કોરોના વેક્સિન, ફાઇઝરે(Pfizer Covid vaccine) કહ્યું- 100 ટકા અસરકારક

Pfizer Covid vaccine

નવી દિલ્હી,02 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિનની પ્રક્રિયા ચાલી રહી છે, તેવામાં 12થી 15 વર્ષના બાળકો માટે પણ વેક્સિન આવી ગઇ છે. જી, હાં  વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઇઝર ઇંક અને બાયોનટેક એસઈ (Pfizer Inc. and Biontech SE) એ હાલમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર વેક્સિન(Pfizer Covid vaccine)ની ટ્રાયલ શરૂ કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે 12 વર્ષથી 15 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિન 100 ટકા અસરકારક છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના યુવાઓને ફાઇઝરની વેક્સિન(Pfizer Covid vaccine) આપવામાં આવી રહી છે. 

કંપનીને આશા છે કે 2022 સુધી રસીકરણની ઉંમરને વધારી દેવામાં આવશે. ભારતમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમર અને ફ્રંટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. બાળકોને રસી(Pfizer Covid vaccine) આપવામાં આવી રહી નથી. 

ADVT Dental Titanium

મોડર્ના ઇંકે પણ પાછલા સપ્તાહે આવી એક ટ્રાયલ લોન્ચ કરી હતી. 6 મહિના સુધીના બાળકોને રસી આપવામાં આવી હતી. વર્તમાનમાં માત્ર Pfizer / BioNTech વેક્સિનનો ઉપયોગ સંયુક્ત રાજ્ય અમેરિકામાં 16 અને 17 વર્ષના બાળકો માટે કરવામાં આવી રહ્યો છે. મોડર્નાના ડોઝ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યાં છે. 

વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ભારતમાં પણ તેની ગતિ વધી છે. પરંતુ મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ બાળકો માટે વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી નથી. ભારતમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ દ્વારા મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Festivals: ચૈત્ર નવરાત્રી, હનુમાન જયંતી, મહાવીર જયંતી જેવા ધાર્મિક તહેવારો એપ્રિલ મહિનામાં આવી રહ્યાં છે- જાણો તીથી તારીખ વિશે