Israel Om Namah Shivay

prayers for india: ઇઝરાયલના લોકોએ ભારત માટે ‘ૐ નમ: શિવાય’ના કર્યા જાપ દ્વારા કરી ભગવાનને પ્રાર્થના, જુઓ વીડિયો

prayers for india:આ દેશના સેંકડો લોકો એક જગ્યાએ એકઠા થઇને તમે ‘ૐ નમ: શિવાય’ ના જાપ કરતા જોઇ શકાય છે.

નવી દિલ્હી, 08 મે: prayers for india: ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં દરરોજ 3-4 લાખ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આરોગ્ય વ્યવસ્થા બેહાલ થઈ ગઈ છે અને દરેક તેમના પોતાના સ્તરે આ મુશ્કેલ સમયમાં મદદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી હસ્તીઓ ઉપરાંત સામાન્ય માણસ પણ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે.

આ સિવાય ઘણા દેશોએ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. જો કે, હાલમાં ઇઝરાયલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દેશના સેંકડો લોકો એક જગ્યાએ એકઠા થઇને તમે ‘ૐ નમ: શિવાય’ ના જાપ કરતા જોઇ શકાય છે. ઇઝરાયલના લોકો આ વીડિયો દ્વારા ભારત માટે પ્રાર્થના(prayers for india) કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

આ વીડિયો પવન પાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કર્યો છે. તે ઇઝરાયલમાં ભારતીય રાજદ્વારી અને ઇન્ડિયન ફોરેન સર્વિસ 2017ના પાસઆઉટ છે. પવનએ આ(prayers for india) વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે તમારા માટે આખું ઇઝરાયલ એકઠું થઈને આશાની એક કિરણ બન્યું છે.

ADVT Dental Titanium

નોંધનીય છે કે, થોડા સમય પહેલા ઇઝરાયેલે પોતાને કોરોના મુક્ત દેશ જાહેર કર્યો હતો. ઇઝરાઇલ પોતાનું સામૂહિક વેક્સિનેશન અભિયાન બાદ કોરોનાના પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા છે અને શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. આ જ કારણ છે કે આ વીડિઓમાં મોટાભાગના લોકો પણ માસ્ક વિના જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો….

UGC Guidelines 2021: UGCએ વિદ્યાર્થીઓને કોલેજમાં પસંદગીના વિષય તરીકે આ વિષયને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *