Second indian student died in ukraine

Second indian student died in ukraine: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન વધુ એક ભારતીયનું મોત નિપજ્યુ- વાંચો વિગત

Second indian student died in ukraine: અગાઉ મંગળવારે પણ ખારકીવના શેલિંગ ખાતે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.

નવી દિલ્હી, 02 માર્ચઃ Second indian student died in ukraine: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન બુધવારે વધુ એક ભારતીયનું મોત થયું છે. જાણવા મળ્યા મુજબ મૃતક વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ ખારકીવના શેલિંગ ખાતે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. 

મૃતક ચંદન જિન્દાલ (22) વિનિત્સિયા નેશનલ મેડિકલ યુનિવર્સિટી, વિનિત્સિયા, યુક્રેન ખાતે અભ્યાસ કરતો હતો. ઈસ્કેમિક સ્ટ્રોક બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પિતાએ તેના મૃતદેહને ભારત પહોંચાડવામાં મદદ કરવા માટે સરકારની મદદ માગી છે. 

આ પણ વાંચોઃ Instruction to Indians to evacuate Kharkiv: કોઇપણ રીતે ફરજીયાતપણે ખારકીવ શહેર ખાલી કરવા ભારતીયોને સૂચના

કેન્દ્ર દ્વારા મંગળવારના હુમલામાં માર્યા ગયેલા કર્ણાટકના વિદ્યાર્થીના મૃતદેહને પરત લાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

આક્રમણના છઠ્ઠા દિવસે મંગળવારે રશિયન સૈન્યે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવના સેન્ટ્રલ સ્ક્વેર અને અન્ય રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા હુમલા વધાર્યા હતા જેમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું.

Gujarati banner 01