Sunita Williams: નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર થઇ ઘરવાપસી, જુઓ વીડિયો
Sunita Williams: નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી


નવી દિલ્હી, 18 માર્ચઃ Sunita Williams: નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.
#WATCH | Being stranded at the International Space Station for 9 months, Sunita Williams is back on Earth with a smile
— ANI (@ANI) March 18, 2025
Today, NASA's SpaceX Crew-9 – astronauts Nick Hague, Butch Wilmore, Sunita Williams, and Roscosmos cosmonaut Aleksandr Gorbunov returned to Earth after the… pic.twitter.com/mdZIQTG4SN
અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું. ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારપછી, રોસકોસ્મોસ અંતરીક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા.
Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu
— NASA (@NASA) March 18, 2025
We're getting our first look at #Crew9 since their return to Earth! Recovery teams will now help the crew out of Dragon, a standard process for all crew members after returning from long-duration missions. pic.twitter.com/yD2KVUHSuq
— NASA (@NASA) March 18, 2025
ત્યારપછી સુનિતા વિલિયમ્સને (Sunita Williams) બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બુચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.