WHO president

કોરોના ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસને લઇ WHOએ કરી ખાસ અપીલ, કહ્યું- વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો- વાંચો વિગત

નવી દિલ્હી, 26 જૂનઃ વિશ્વભરમાં કોરોના ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાને કારણે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ અપીલ કરી છે કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓએ માસ્ક પહેરવાનું બંધ ન કરવું જોઈએ. WHO એ જણાવ્યું હતું કે જોખમી અને વધુ ચેપી ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે સામાજિક અંતર, માસ્ક પહેરીને સલામતીનાં અન્ય પગલાં છોડવા જોઈએ નહીં.

WHOના અધિકારી મરીયાંગેલા સિમાઓએ કહ્યું કે લોકોને માત્ર એટલા માટે સલામતી ન અનુભવી જોઈએ કારણ કે તેમણે બંને ડોઝ લીધા છે. તેમને હજી પણ વાયરસથી પોતાને બચાવવાની જરૂર છે.

WHO

WHO હેડક્વાર્ટરમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, સિમાઓએ કહ્યું, એકલી રસી કમ્યૂનિટી ટ્રાન્સમિશનને રોકી શકતી નથી. લોકોને સતત માસ્ક પહેરવા પડશે, હવાની સારી અવરજવરવાળી જગ્યાઓ પર રહેવું પડશે, ભીડથી બચવું પડશે અને હાથ સાફ રાખવા પડશે. તમે રસીના બંને ડોઝ લીધા પછી પણ આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

WHOએ એમ પણ કહ્યું છે કે રસી લીધેલા લોકોએ સલામતીની કાળજી લેવી પડશે, કારણ કે ડેલ્ટા જેવા અત્યંત ચેપી વેરિયન્ટ ઘણા દેશોમાં ફેલાયા છે અને વિશ્વના મોટા ભાગમાં હજુ રસી લગાવવાની બાકી છે. ડેલ્ટા વેરિઅન્ટ પ્રથમ વખત ભારતમાં જોવા મળ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર તે હવે લગભગ 85 દેશોમાં ફેલાય ગયો છે.

આ પણ વાંચોઃ સોનુ સૂદે(Sonu sood) ગ્રામીણ લોકોને વેક્સિન રજિસ્ટ્રેશન માટે લોન્ચ કરી આ ખાસ એપલિકેશન, સાથે આપ્યો આ સંદેશ – જુઓ વીડિયો