har ghar tiranga abhiyan

Har Ghar Tiranga Abhiyan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ સ્થાનને તિરંગો લહેરાવી ને અભિયાનના પ્રારંભ કરાવ્યો

Har Ghar Tiranga Abhiyan: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.

google news png

ગાંધીનગર, 08 ઓગસ્ટ: Har Ghar Tiranga Abhiyanમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવી ને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન નો તેમણે પ્રારંભ કરાવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે.  મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.

આ પણ વાંચો:- Dudh Sanjivani Yojana: ગુજરાતના આદિજાતિ વિસ્તારના બાળકો અને મહિલાઓને મળી રહ્યું છે ઉત્તમ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ

આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.

Rakhi Sale 2024 ads

આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં  રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *