Mahuva Road Closure: મહુવામાં ભારે વરસાદથી બે માર્ગો બંધ
Mahuva Road Closure: નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વહીવટી તંત્રની અપીલ
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોસુરત, 03 જુલાઈ: Mahuva Road Closure: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળાઓમાં પાણીની વ્યાપક આવક થતાં મહુવા તાલુકા પંચાયત હસ્તકના બે માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા અને અગવડતા ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે જાહેર જનતાને અનુરોધ છે.
મહુવા તાલુકાનો મધુરૈયા કાંકરીયા રોડ ભારે વરસાદના કારણે ઓવરટોપીંગ થવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, આ વિસ્તારના વાહનચાલકો અને નાગરિકો અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વણવાકા ધામખડી મધુરૈયા રોડ અથવા મધુરૈયા રોડનો ઉપયોગ કરી શકશે.

આ સાથે કાની પ્રાયમરી સ્કૂલ જોઇનિંગ ટુ ખરચી ઝાંખરી રોડ પણ ઓવરટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યો છે, અહીંના સ્થાનિકો અને મુસાફરો માટે વૈકલ્પિક માર્ગ તરીકે મધુરૈયાથી સમરોડ રોડનો ઉપયોગ કરવાની સત્તાવાર વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો:- Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર, આ બંને રસ્તાઓ પરથી પૂરના પાણી ઉતરતાની સાથે જ માર્ગો ફરીથી ખુલ્લા મૂકવામાં આવશે. ત્યાં સુધી તમામ નાગરિકોને ધૈર્ય રાખવા અને સુરક્ષિત મુસાફરી માટે ફરજિયાતપણે દર્શાવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા. .
