cr patil surat hospital silver jublee

SMIMER Medical College: સ્મીમેર મેડિકલ કોલેજની સિલ્વર જ્યુબિલી

  • અધિકારીઓ, નિવૃત્ત સ્ટાફનું સન્માન અને ‘એલ્યુમની એસોસિએશન’નું ડિજિટલ અનાવરણ
  • આગામી સમયમાં કાયમી સુપર સ્પેશિયાલિટી સુવિધા અને સુપર સ્પેશિયાલિટી PG કોર્સ શરૂ કરવાનો સંકલ્પ

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

સુરત, 25 ઓક્ટોબર: SMIMER Medical College: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે ‘સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન’નું આયોજન કરાયું હતું. મેડિકલ કોલેજના ડીન ડૉ. દીપક એસ. હોવાલેના વિઝન અને અધ્યક્ષતા હેઠળ રચાયેલી કોર કમિટીની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતાના કારણે સમગ્ર મહોત્સવ યાદગાર બની રહ્યો હતો.

મનપાની ખાસ મંજૂરી સાથે આ ઉજવણી અંતર્ગત સાત દિવસ સુધી સ્મીમેર હોસ્પિટલમાં(SMIMER Medical College) દર્દીઓને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે અપાઈ હતી. ડીન ડૉ. દીપક હોવાલેએ ગત ૨૫ વર્ષની વિવિધ સિદ્ધિઓ અને પ્રકલ્પોની સમીક્ષા કરી આવનારા ૫ વર્ષોમાં શહેરના દરેક નાગરિક માટે ઉપયોગી નીવડે તેવા સ્વાસ્થ્યલક્ષી આયોજનની રૂપરેખા રજૂ કરી હતી. હાલમાં કાર્યરત માનદ સુપર સ્પેશિયાલિટી સુવિધાને ભવિષ્યમાં કાયમી ધોરણે પૂરી પાડવા અને સુપર સ્પેશિયાલિટી પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) કોર્સ શરૂ કરવાના પ્રયાસોને ઝડપથી આગળ ધપાવવામાં આવશે એમ જણાવ્યું હતું.

સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ:

ત્રણ દિવસીય ઉજવણીના ભાગરૂપે સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે પ્રથમ બે દિવસ કલ્ચરલ અને મ્યુઝિકલ ઇવનિંગ મ્યુ.કમિશનર રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં મેયર માયાબેન માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

Surat Hospital

આ પ્રસંગે કોલેજના (SMIMER Medical College) સ્થાપના કાળથી સેવા આપી નિવૃત્ત થયેલા પૂર્વ ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, પ્રધ્યાપકો, તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ તથા એડમિનિસ્ટ્રેટિવ વિભાગના કર્મચારીઓનું વિશેષ સન્માન કરાયું હતું.

આ પણ વાંચો:- E-Buses: એકતા નગરમાં ૫૫ ઈ-બસો શરૂ થશે

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પરંપરાગત ગરબા અને ‘એલ્યુમની એસોસિએશન’નું ડિજિટલ અનાવરણ:

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પરંપરાગત ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની હાજરીમાં સ્મીમેર કોલેજના ‘એલ્યુમની એસોસિએશન’નું ડિજિટલ અનાવરણ કરાયું હતું.