Ahmedabad International Book Festival

Ahmedabad International Book Festival: બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક સેશન

Ahmedabad International Book Festival: અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં વિદ્યાર્થીઓ માટે ચિલ્ડ્રન્સ પેવેલિયન ખાતે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક સેશન યોજાયા

સવારે 10:00થી બપોરના 12:45 વાગ્યા સુધી ધો- 1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘Drawing Competition’, ‘Creative Writing Workshop’ તેમજ‘Read with Rashtriya e-Pustakalaya’ સેશન યોજાયું

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 25 ઑક્ટોબર: Ahmedabad International Book Festival: સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આયોજિત અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ–2026ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં વાંચન, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી ચિલ્ડ્રન્સ પેવેલિયન ખાતે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક સેશન યોજાયા હતા.

આ અંતર્ગત સવારે 10:00થી 10:45 વાગ્યા સુધી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ‘Drawing Competition – India of My Dreams’ યોજાઈ હતી. ત્યારબાદ સવારે 11:00થી 11:45 વાગ્યા સુધી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ટીમ NCL દ્વારા ‘Creative Writing Workshop’ યોજાઈ હતી.

બપોરે 12:00થી 12:45 વાગ્યા સુધી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘Read with Rashtriya e-Pustakalaya’ સેશન યોજાયું હતું. આ સેશન દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ વાંચન અને ઉપલબ્ધ ઈ-બુક્સ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં બાળકો અને યુવાનોને પુસ્તકો સાથે જોડવા માટે ડ્રોઇંગ, સ્ટોરીટેલિંગ, ક્રિએટિવ રાઇટિંગ, ક્વિઝ, આર્ટ-ક્રાફ્ટ તેમજ ડિજિટલ રીડિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ઈ-પુસ્તકાલય અંતર્ગત હજારો ઈ-બુક્સનો મફત ડિજિટલ ઍક્સેસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Kankaria Garba: કાંકરિયામાં દિવ્યાંગજનો સાથે ગરબાની રમઝટ

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ–2026નું આયોજન નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 24 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન પુસ્તકો સાથે સાહિત્યિક ચર્ચાઓ, લેખન વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો માટેની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.