E bus

E-Buses: એકતા નગરમાં ૫૫ ઈ-બસો શરૂ થશે

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

એકતા નગર, 25 ઓક્ટોબર: E-Buses: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે એકતા નગરમાં ૫૫ ઈ-બસો દ્વારા નિઃશુલ્ક પરિવહન સેવા ઉપલબ્ધ બની છે. પર્યાવરણની જાળવણી સાથે પ્રવાસીઓને સુવિધાસભર મુસાફરીનો અનુભવ કરાવતી આ પહેલ એકતા નગરને હરિત પરિવહન અને ટકાઉ પર્યટનના મોડેલ તરીકે સ્થાપિત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 5 જૂન, 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એકતાનગરને દેશનું પ્રથમ ઈ-સિટી બનાવવાની દિશામાં કરેલી જાહેરાત આજે તબક્કાવાર અમલીકરણ સાથે સાકાર થઈ રહી છે.

વડાપ્રધાનના પર્યાવરણમિત્ર વિકાસના વિઝનને અનુરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા એકતા નગરમાં પરિવહન વ્યવસ્થાને વધુ સ્વચ્છ, આધુનિક અને સુગમ બનાવવા (E-Buses) ઈ-વાહનોનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. કચેરીના ઉપયોગ માટે ઈ-કાર, પ્રવાસીઓની અવરજવર માટે ઈ-રિક્ષા અને ઈ-બસ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ક્રમમાં બે તબક્કામાં કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓની સેવામાં મૂકવામાં આવી છે.

એક ચાર્જમાં 180 કિ.મી.ની સફર(E-Buses)
પ્રવાસીઓની સુવિધા અને પરિવહનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી ૧૨ મીટર લાંબી ૩૦ અને ૯ મીટર લાંબી ૨૫ એસી ઈ-બસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ બસ આશરે ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. એરકન્ડિશન્ડ સુવિધાને કારણે પ્રવાસીઓ આરામદાયક મુસાફરીનો અનુભવ કરી શકે છે. ઇલેક્ટ્રિક સંચાલનને કારણે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા અને વાહનવ્યવહારજન્ય સ્થાનિક પ્રદૂષણ ઓછું કરવામાં પણ આ બસો ઉપયોગી બને છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

દિવ્યાંગજનો માટે સુલભ મુસાફરી
સમાવેશી પ્રવાસનના અભિગમ સાથે આ ઈ-બસોમાં દિવ્યાંગજનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ લિફ્ટિંગ સિસ્ટમની મદદથી દિવ્યાંગ મુસાફરો માટેની બેઠકને નીચે લાવવાની સુવિધા ઉપલબ્ધ છે, જેથી બસમાં ચઢવા-ઉતરવામાં સરળતા રહે. આ વ્યવસ્થા દિવ્યાંગજનોને વધુ સુલભ અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવવામાં મદદરૂપ બને છે.

E-Buses

મહિલાઓ માટે પિન્ક બેઠકની વ્યવસ્થા
મહિલા પ્રવાસીઓની સુવિધાને પ્રાધાન્ય આપીને બસમાં ચાર અલગ પિન્ક બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધા પ્રવાસ દરમિયાન મહિલાઓને અનુકૂળ બેઠક ઉપલબ્ધ કરાવવાના હેતુથી ઊભી કરવામાં આવી છે. આધુનિક સુવિધાઓ, એસી કેબિન અને નિઃશુલ્ક પરિવહન સેવા મળીને એકતા નગરની મુલાકાતને વધુ સુગમ બનાવે છે.

પર્યાવરણ સંરક્ષણ સાથે ટકાઉ પર્યટન
એકતા નગર દેશના અગ્રણી પ્રવાસન સ્થળોમાંનું એક છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓની વધતી અવરજવર વચ્ચે પર્યાવરણનું જતન કરવું અને પરિવહન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવી સમયની માગ છે. ઈ-બસોના ઉપયોગથી પરંપરાગત ઇંધણથી ચાલતાં વાહનો પરની નિર્ભરતા ઘટાડવાની સાથે સ્થાનિક સ્તરે ધ્વનિ પ્રદૂષણ અને હાનિકારક એક્ઝોસ્ટ ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળે છે.

આ પણ વાંચો:- Kankaria Garba: કાંકરિયામાં દિવ્યાંગજનો સાથે ગરબાની રમઝટ

વર્ષ 2021માં વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે જાહેર કરાયેલા ઈ-સિટીના વિઝનને અનુરૂપ એકતાનગરમાં ઈ-વાહનોનો તબક્કાવાર વિસ્તાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ૫૫ ઈ-બસોની (E-Buses) સેવા શરૂ થવાથી હરિત પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂતી મળી છે. આ પહેલ માત્ર પ્રવાસન સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જાના જવાબદાર ઉપયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે કાર્યરત ૫૫ ઈ-બસો એકતા નગરની પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપી રહી છે. વડાપ્રધાનના હરિત વિકાસના વિઝનને અનુરૂપ એકતાનગર પ્રવાસન, ટેક્નોલોજી અને પર્યાવરણ સંરક્ષણના સમન્વય દ્વારા દેશ સમક્ષ ટકાઉ પર્યટનનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.