run for unity

Run for Unity: પીએમ મોદીની ‘મન કી બાત’માં ‘રન ફોર યુનિટી’માં જોડાવા દેશવાસીઓને અપીલ

  • સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં યોજાશે (Run for Unity) ‘રન ફોર યુનિટી’
  • પરિવારજનો, મિત્રો અને આસપાસના લોકોને જોડીને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા વડાપ્રધાનની અપીલ

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

રાજપીપલા, 25 ઓક્ટોબર: Run for Unity: ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ અવસરે દેશભરમાં ‘રન ફોર યુનિટી’ એટલે કે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો:- Vigilance Awareness Week: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘વિજિલન્સ અવેરનેસ વીક’નો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ના ૧૩૯મા એપિસોડમાં દેશવાસીઓને ‘રન ફોર યુનિટી’માં (Run for Unity) ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, એકતા દોડ એ દેશની એકતાને વધુ મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રના દરેક સંકલ્પને પુનઃ દોહરાવવાનો મહત્વપૂર્ણ અવસર છે.

વડાપ્રધાનએ દેશના નાગરિકોને આ દોડમાં સહભાગી થવા સાથે પોતાના પરિવારજનો, મિત્રો અને આસપાસના લોકોને પણ જોડવા અનુરોધ કર્યો હતો, જેથી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામૂહિક સંકલ્પની ભાવના જન-જન સુધી પહોંચે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

‘રન ફોર યુનિટી’ માત્ર દોડ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને વિવિધતામાં એકતાના મૂલ્યોને ઉજાગર કરતું રાષ્ટ્રીય અભિયાન છે. સરદાર સાહેબે દેશના રજવાડાંઓને એકસૂત્રમાં બાંધી અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમની આ વિરાસતને સ્મરણમાં રાખીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આથી, તા. ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનારી ‘રન ફોર યુનિટી’માં વધુમાં વધુ નાગરિકો સહભાગી બની રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ છે.