Election: ચૂંટણીમાં થઈ જશે કેટલાયની ચટણી….

ચૂંટણીમાં(Election) થઈ જશે કેટલાયની ચટણી,
સાચવીને ચાલજો પ્રજા નહીં રહે હખણી.

સામ, દામ, દંડ, ભેદ નહીં ચાલે હવે,
ભલે ઘેર ઘેર ફેરવો તમે બરણી.

સાંભળવું તો પડશે જ હવે મૂંગા મોંયે,
જનતા યાદ કરાવશે જીવનની કરણી.

હૈયે, હોઠે અને હાથે અલગ હશે વાત,
પણ કુદરત તો કરાવશે અહીં ભરણી.

પ્રજા છે ભાઈ પાલતુ પ્રાણી નહીં,
એજ ચલાવશે નવી નોટની ચલણી.

આ પણ વાંચોSania and Shoaib’s relationship: સાનિયા અને શોએબ ના સંબંધોમાં આ પાકિસ્તાની અભિનેત્રી બની ‘વો’ બોલ્ડ ફોટોશૂટ સમયે આવ્યા હતા નજીક

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *