Shaimee oza 600x337 1

Karvachoth: પ્રોષિતભર્તુકા સ્ત્રીની યાદગાર કરવાચોથ: શૈમી ઓઝા “લફ્ઝ”

Karvachoth: નિર્જળા પારણા કરી મેં તો
ગણેશજી બેસાડ્યા,
ગૌરી શંકરના ગાણા ગાઈ ..
સાથે કાર્તિકેયજી સ્થાપ્યા મેં પ્રાણેશ્વર આપ સાથેની જીવન સફર અાનંદમય રહે,કરવા માં તમે અરજ સુનો દુખિયારીની
જય જગતંબા માત ભવાની,

આપ સૂહાગણની પ્રેરણા કહેવાતી,પાર્વતીજીની અંશ શક્તિ ખમ્મા પ્રસન્ન હો આ ભક્ત પર,કરવાચોથના પારણાં મેં હોશે કીધાં,સેથીનુ સિંદૂર,હોઠની લાલી,કંકૂનો ચાંદલો,પાયલની છમછમ,ચૂડીની ખનખન,ચહેરાની હસી કાયમ રાખજો,પિયુજીનો પ્રેમ આજીવન મળજો,પિયુજીનો અસહ્ય વિરહ નવ મળજો,

શિવના અર્ધાંગિની,તમે સ્ત્રી ને હુય સ્ત્રી મારા મનની વ્યથા તમે સમજશો માડી આ આશ સાથે આવી આપને દ્વાર…
ચાંદ ઉગ્યો ને મારી ઉગતી આશા,એમની યાદ મને મનમાં જ લજાવતી,મને સ્ત્રી હોવાનો અહેસાસ કરાવતી,
હવે આ વર્ષે શું ઓછું આવ્યુ,માડી આપ સિવાય કોઈ બીજું નથી મારો આધાર,
જે હતા એમને તો રૂષણુ લઈ
મને રડતી કરી પરદેશ ચાલ્યા ગયાં
હવે મેસેજ કરી કરી, આંગળીઓ થાકી,રડી રડી આંખોમાં રહેલા આંસુ સુકાયા,વ્હાલાજીની યાદમા ઘર ભેકાર મારે

પિયુ આપના હાથે પાણી ગ્રહણ કરી પારણાં મારા પુરા થાતા,આપની યાદ મુજને શાનભાન ભુલાવે,હૈયુ હરખ ન સમાવે,વ્હાલા પ્રાણેશ્વર…

આપ વહેલા આવી આશિષ મુજને આપો વ્હાલા પ્રિતમ…
આપ છો મારા પરમેશ્વર હું છું
તમારી ભક્ત,તમે રૂબરૂ ન આવો તો કંઈ નહીં વ્હાલા છબી આપની મોકલી આપી આ ભક્તને કૃતાર્થ કરો મૂજને આટલી નારાજગી ઠીક નથી,નિરાંતે થતી વાત સમસ્યાઓ સુલઝાવશે,આમ મોઢા મટકાવવાનો કોઈ અર્થ નથી.આપ મને ચોથના દિવસે આપની નિશાની એવી છબી મોકલી મારી ચોથ સાર્થક બનાવો પ્રિતમ આપને એક વિનંતી મારી…

આ પણ વાંચો…Legal Awareness Camp: જામનગર ખાતે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

Whatsapp Join Banner Guj