Way in trouble: મુશ્કેલીમાં તને માર્ગ બતાવું, ચાલ તને નવી રાહ બતાવું.

!! બતાવું !!(Way in trouble)

Way in trouble: મુશ્કેલીમાં તને માર્ગ બતાવું,
ચાલ તને નવી રાહ બતાવું.

નજરને આભનો સ્પર્શ કરાવું,
પરમાત્માની ચાહ બતાવું.

હતું શું ને ગયું છે શું તારું,
ચાલ બધી વાહવાહ બતાવું.

જીત હાર તો ભાગ છે જીવનનો,
માણસ મનની દાહ બતાવું.

બાપડો નથી કે નથી લાચાર તું,
ચાલ દિવ્યાંગનો ઉત્સાહ બતાવું.

આ પણ વાંચો..About StartupAwards 2022: કેન્દ્ર સરકાર દેશ ના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સમાં નામાંકિત થવાની આપી રહી છે એક અમૂલ્ય તક

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *