દર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂં પાડવા રાતના ૧૨ વાગ્યા સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ

સમરસકોવીડ કેરમાં કોરોનાદર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂંપાડવા રાતના ૧૨ વાગ્યા  સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ કોરોના મુક્ત દર્દીઓનો એક જ સુર : સારવાર લેવી તો રાજકોટ સિવિલ અને  સમરસ કોવીડ કેર સેન્ટરમાં સમરસ કોવીડ કેરમાં ઘર જેવી જ અનુભૂતિ કરતાં ગીતાબેન વ્યાસ :મારું એટલું ધ્યાન રાખ્યું છે કે હવે મને ઘરે નથી ગમતું  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:સમરસ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની પ્રાથમિક જરૂરીયાતોને ધ્યાને રાખીને આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મીઓ એકજુટ બનીને કામગીરી કરી રહ્યા છે. કોરોનાની સારવાર સાથે દર્દીઓને આરોગ્યલક્ષી કોઈ અન્ય તકલીફ હોય તો એનું નિદાન કરી દર્દીઓના હમદર્દ બનીને આરોગ્ય કર્મીઓ પારિવારીક હુંફ આપી રહ્યા છે.    વાત છે ૪૯ વર્ષીય ગીતાબેન વ્યાસની. શારીરિક નબળાઈને કારણે પડી જવાથી ગીતાબેનના ગોઠણમાં દુખાવો શરૂ થયો હતો. સરખી રીતે ચાલી ન શકવાને કારણે ગીતાબેન ડોકટરને બતાવવા ગયા હતા. આરોગ્યની તપાસ કરતાં ખબર પડી કે તેઓ કોરોના પોઝીટીવ છે. પરિવારનો કોઈપણ સભ્ય સંક્રમિત ન થાય તે માટે ગીતાબેન સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર અર્થે દાખલ થયા. સમરસ કોવીડ કેર સેન્ટરને ઘર જેવું કહીને ત્યાં મળેલી સારવાર અંગે વિગતો રજુ કરતાં જણાવ્યું હતું કે, “આજે હું સ્વસ્થ થઈને ફરી બેઠી થઈ છું તો ત્યાંના આરોગ્ય કર્મીઓને કારણે. કોરોનાની સારવાર તો મળી પરંતુ સાથો સાથ મારા ગોઠણના દુખાવાનું નિદાન કરીને આરોગ્ય કર્મીઓએ મને ફરીથી ચાલતી કરી દીધી છે.”  હદયમાં અંકિત થયેલા અન્ય અનુભવો વિશે ગીતાબેનએ વધુમાં જણાવતા કહ્યું હતું કે,” આરોગ્ય કર્મીઓની સાથે સફાઈ કર્મીઓ પણ દર્દીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. મેં નજરે જોયું છે કે રાતના ૧૨ વાગ્યા સુધી સફાઈ કર્મીઓ સફાઈનું કામ કરે છે. ત્યાંના એટેન્ડન્ટસ પણ વડીલોનું ખુબ સારું ધ્યાન રાખી રહ્યા છે. એક ફોન કરો તેની બીજી મીનિટે સ્ટાફ અમારી સેવામાં હાજર. જમવાની વ્યવસ્થા પણ એટલી જ ઉત્તમ છે. ૪ વાર આરોગ્યની ચકાસણી કરવા આવતા. ત્યાં મારું એટલું ધ્યાન રાખ્યું કે હવે મને ઘરે નથી ગમતું.”     આમ ગીતાબેનની જેમ અનેક લોકો આરોગ્ય કર્મીઓની સંવેદનાસભર સારવારનો અનુભવ લઈને સુખરૂપે પોતાના ઘરે પરત ફર્યા છે. loading…

રાજકોટમાં કોરોનાના દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડતી કાઉન્સેલિંગ ટીમ

કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને માનસિક સધિયારો પૂરો પાડવાની સાથે દર્દીઓના પરિજનો અને ડોક્ટર્સ વચ્ચે સેતુરૂપ કાર્ય કરતી કાઉન્સેલર્સ બ્રિગેડ કંટ્રોલરૂમ અને હેલ્પડેસ્ક સેન્ટર દ્વારા દર્દીઓ સાથે વિડીયો કોલિંગ અને જરૂરી સામાનની આપ-લેની સેવા અવિરત ચાલુ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:કોવીડ હોસ્પિટલમાં દાખલ થતા કેટલાક દર્દીઓ જીદ કરે કે મારે ઘરે જ જવું છે, અહીં ગમતું નથી, હું અહીં રહી શકીશ નહીં, અહીં સારવાર લેવી નથી… આવા દર્દીઓ ઘર પરિવારથી દૂર હોઈ … Read More

ભયને જ ભસ્મીભૂત કરી, જૈફ વયે કોરોનાને મ્હાત આપતા નિર્મળાબાનો અનોખો કિસ્સો

હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૯૦ વર્ષીય નિર્મળાબાના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: ” हौसले भी किसी हकीम से कम नहीं होते, हर तकलिफ में … Read More

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ: નિધિબેન ધોળકિયા

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ સુ-પ્રસિદ્ધ ગાયિકા નિધિબેન ધોળકિયાનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી” ગંગાસતી – પાનબાઈના … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા સમુદાયની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ગાંધીજીના માર્ગને અનુસરે છે

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા દ્વારા સમુદાયની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ગાંધીજીના માર્ગને અનુસરે છે  અમદાવાદ, ૨૬ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંસ્થા સમુદાયની સ્વચ્છતાની સામાજિક વિભાવનાને પ્રોત્સાહન આપવા અને … Read More

અંબાજી ટ્રસ્ટ માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડી ના વ્રુક્ષ નુ પુજન કરવામાં આવ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: યાત્રાધામ અંબાજી માં આજે દશેરા નિમીત ના રાવણ દહન તેમજ શોભાયાત્રા ના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા જોકે વર્ષ પરંપરા અનુસાર કરાતી ધાર્મીક … Read More

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા…….૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા સંકલ્પ લીધા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, … Read More

22 मार्च के बाद भारत में कोरोना से सबसे कम मौतें दर्ज की गईं

भारत में कोरोना मृत्‍यु दर 22 मार्च के बाद से सबसे कम पिछले 24 घंटों में 500 से कम मौतें दर्ज की गईं 14 राज्‍यों/संघ शासित प्रदेशों में केस मृत्‍यु … Read More

તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ હવેથી ઓનલાઇન

ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નક્કર કદમ મહેસૂલ વિભાગની વધુ એક સિદ્ધિ : ઇન્ટીગ્રેટેડ રેવેન્યુ ઇનસ્પેક્શન સીસ્ટમ ઓનલાઇન – મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની … Read More

જામનગરમા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર દ્વારા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ ચેરમેન, મહિલા કોર્પોરેટર સહિત સમાજના આગેવાનો મહાઆરતીમાં હાજર રહ્યા: કોરોનાના કપરાકાળમાં સમગ્ર વિશ્ર્વ કોરોના મુકત બને તેવી … Read More