Mahendra bumbadia filled nomination form

Mahendra bumbadia filled nomination form: આપ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ બૂંબડીયાએ ભર્યુ ઉમેદવારી ફોર્મ

Mahendra bumbadia filled nomination form: દાંતા વિધાનસભા બેઠક માટે આપ પાર્ટી ના ઉમેદવાર મહેન્દ્રભાઈ બૂંબડીયાએ સાદગી પૂર્ણ રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ

અંબાજી, 16 નવેમ્બર: Mahendra bumbadia filled nomination form: વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દાંતા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ ના ઉમેદવારો એ પોતાનું નામાંકન કરી દીધું છે ત્યારે આજે આપ પાર્ટીના ઉમેદવારે ખુબજ સાદગી પૂર્ણ રીતે અને ઓછા લોકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પ્રાંત કચેરી પહોંચ્યા હતા.

દાંતા-10 એ એસ.ટી બેઠક છે ને જેમાં આપ પાર્ટી માટે નિવૃત નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઈ બૂંબડીયા પોતાના પરિવાર અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી ને સુપ્રત કર્યું હતું જોકે આપ પાર્ટી ના ઉમેદવાર મહેન્દ્રભાઈ બૂંબડીયા એ જણાવ્યું હતું કે આપ પાર્ટી એ ગરીબો ની પાર્ટી છે ને ખોટા દેખાવો ને ઘોઘાટ વગર સાદગીપૂર્ણ રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવા આજે પહોંચ્યા હતા.

તેમને જણાવ્યું હતું કે જો આ વિસ્તાર માં હું વિજય થઇસ તો ચોક્કસ પણે આદિવાસી લોકો માટે વિકાસ ના કામો કરીશ ને જરૂર પડશે તો આંદોલન પણ કરીશ તેમ આપ પાર્ટી ના ઉમેદવાર મહેન્દ્રભાઈ બૂંબડીયા એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: IRCTC food menu in train: પેસેન્જર ટ્રેન કેટરિંગ સેવાઓમાં રેલવેએ IRCTCને સોંપી મોટી ભૂમિકા

Gujarati banner 01