Actor Vijay Against CAA

Actor Vijay Against CAA: રાજકારણમાં એન્ટ્રીની સાથે જ સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજયે કર્યો CAAના વિરોધ, કહી મોટી વાત

Actor Vijay Against CAA: વિજયે સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણને સ્વીકારી શકાય નહીં.

મનોરંજન ડેસ્ક, 12 માર્ચઃ Actor Vijay Against CAA: ગઇકાલે જ કેન્દ્ર સરકારે CAA નો કાયદો લાગુ કર્યો છે. એક તરફ CAA લાગુ થયા બાદ ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી સરકારનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન, પાર્ટીની શરૂઆત કરીને રાજકારણમાં પ્રવેશેલા સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજયે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણને સ્વીકારી શકાય નહીં.

ફિલ્મ એક્ટર વિજયે કહ્યું કે, દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 જેવો કોઈ કાયદો સ્વીકારી શકાય નહીં. જ્યારે દેશની જનતા ભાઈચારાથી રહી રહી છે તો આવા કાયદાની શું જરૂર છે? તેમણે તમિલનાડુ સરકારને અપીલ કરી છે કે આ કાયદો અહીં લાગુ ન કરવામાં આવે. વિજય થલાપતિ ઉપરાંત ઘણા વિપક્ષી નેતાઓએ પણ CAAને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. AIMIMએ કહ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા આ સ્ટંટ કરી રહી છે. 

આ પણ વાંચોઃ CAA Web Portal: CAAના વેબ પોર્ટલ લોન્ચ, નાગરિકતા મેળવવા માટે અહીં કરી શકો છો એપ્લાય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો