Nayab Saini New CM OF Haryana

Nayab Saini New CM OF Haryana: હરિયાણામાં ખટ્ટરની જગ્યાએ નાયબસિંહ સૈની બન્યા નવા મુખ્યમંત્રી, આજે સાંજે લેશે શપથ

Nayab Saini New CM OF Haryana: આજે સાંજે 5.00 વાગે નવા મુખ્મયંત્રી પદના શપથ લેશે

નવી દિલ્હી, 12 માર્ચઃNayab Saini New CM OF Haryana: આજે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JPP) વચ્ચે ગઠબંધન (BJP JJP Alliance) તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. ભાજપે પણ અન્ય પક્ષોના ઉમેદવારોના સાથ મેળવી લીધો છે અને નવી સરકાર બનાવવાની તૈયારી સાથે નવા મુખ્યમંત્રી નાયબ સૈનિ પર મહોર પણ મારી દીધી છે, જેઓ આજે સાંજે 5.00 વાગે નવા મુખ્મયંત્રી પદના શપથ લેશે.

આમ રાજ્યના રાજકારણમાં આજે ચાર મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આજે ભાજપની નવી સરકાર બની જશે, જોકે તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કુલ 46 ધારાસભ્યોની જરૂર હોય છે. ભાજપે આ જાદુઈ આંકડો હાંસલ પણ કરી લીધો છે. જોકે તેમ છતાં રાજ્યનું બેઠક ગણિત ભાજપ સરકારને ફરી મુશ્કેલીમાં નાખી શકે છે.

આ પણ વાંચોઃ Actor Vijay Against CAA: રાજકારણમાં એન્ટ્રીની સાથે જ સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજયે કર્યો CAAના વિરોધ, કહી મોટી વાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો