akshay kumar mother passed away

Akshay kumar mother passed away: બોલિવુડ ખેલાડી કુમારની માતાનું નિધન, અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

Akshay kumar mother passed away: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. અક્ષય કુમારે સો. મીડિયા પર માતાના નિધનના સમાચાર આપ્યા

બોલિવુડ ડેસ્ક, 08 સપ્ટેમ્બરઃ Akshay kumar mother passed away: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની માતાનું નિધન થઈ ગયુ છે. એક્ટરે ખુદ તેના વિશે સો. મીડિયા પર જાણકારી આપી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા તેની માતા ખૂબ બિમાર હતા, જેને જોવા માટે એક્ટર હાલમાં જ ભારત પાછો આવ્યો હતો.

આ પણ વાંચોઃ Fake ghee: કણભા પોલીસે લાખો રૂપિયાના નકલી ઘીનો જથ્થો ઝડપી પાડયો, 3 વ્યક્તિની ધરપકડ કરી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન(Akshay kumar mother passed away) થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. અક્ષય કુમારે સો. મીડિયા પર માતાના નિધનના સમાચાર આપ્યા હતા. આ સાથે જ એક્ટરે પોતાની માતાના નામે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

“તેઓ મારૂ મહત્વનું અંગ હતા. આજે મને અસહીય પીડા થઈ રહી છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે આ દુનિયાને અલવીદા કહી દીધી છે. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરીથી મળવા ગયા છે. હું આપની પ્રાર્થનાઓનું સન્માન કરૂ છું, કારણ કે હું અને મારો પરિવાર આ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, ઓમ શાંતિ….”

અક્ષય કુમારની આ પ્રકારની પોસ્ટ જોયા બાદ ફેન્સ પણ દુઆઓ કરી રહ્યા છે. લોકો શાંતવના પાઠવી રહ્યા છે. ફેન્સ અને કેટલાય બોલિવૂડ સ્ટારે કમેન્ટ કરીને અક્ષય કુમાર(Akshay kumar mother passed away)ને સાંત્વના આપી છે.

Whatsapp Join Banner Guj