Corona active cases: હજુ કોરોના ગયો નથી, રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસમાં આ શહેર ફરીથી મોખરે- વાંચો ક્યા શહેરમાં કેટલા કેસ?

Corona active cases: ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી ૭, સુરતમાંથી ૩, કચ્છ-નવસારી-વડોદરામાંથી ૨ જ્યારે ગાંધીનહર-તાપીમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા

અમદાવાદ, 08 સપ્ટેમ્બરઃ Corona active cases: ગુજરાતમાં કોરોનાના ૨૦થી ઓછાં કેસ નોંધાવવાનો ક્રમ સળંગ ૧૯માં દિવસે જારી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૮ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ ચોથા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી

છેલ્લાં ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી ૭, સુરતમાંથી ૩, કચ્છ-નવસારી-વડોદરામાંથી ૨ જ્યારે ગાંધીનહર-તાપીમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૫૨૭ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ  ૨૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૨૯૬ દર્દી કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% છે.

રાજ્યમાં હાલ ૧૪૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ ૪૪, વડોદરામાં ૪૦, સુરતમાં ૨૪ એક્ટિવ કેસ છે. આમ, સૌથી વધુ એક્ટિવ કેસમાં અમદાવાદ ફરી મોખરે આવી ગયું છે. રાજ્યના ૧૮ જિલ્લામાં હાલ એકપણ એક્ટિવ કેસ(Corona active cases) નથી. વધુ ૬૩૩૭૮ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૭૮ કરોડ છે.

આ પણ વાંચોઃ Akshay kumar mother passed away: બોલિવુડ ખેલાડી કુમારની માતાનું નિધન, અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત રોજ છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮ કેસ(Corona active cases) નોંધાયા હતાં અને ૨૧ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં અત્યારે કુલ ૧૪૯ દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી નાજુક સ્થિતિના કારણે ૬ દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે, છેલ્લાં દોઢ મહિનાથી ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકાએ અટકી ગયો છે.

હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૮,૨૫,૫૨૭ એ પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૨૯૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. ૨૪ કલાકમાં સાજા થયેલા ૨૧ દર્દીઓમાંથી વડોદરા શહેરમાં ૧૧ દર્દીઓ સાજા થયાં છે.

અમદાવાદમાં કોરોનાના નવા ૭ કેસો નોંધાયા છે. બીજી તરફ શહેરમાં આજે સારવાર દરમિયાન વધુ ૪ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં આજે પણ નવો એકેય કેસ નોંધાયો નથી.

Whatsapp Join Banner Guj