Akshay kumar edited

રણબીર, આલિયા બાદ બોલિવુડના ખેલાડી(Akshay kumar)ને થયો કોરોનાઃ હાલ હોમ ક્વોરેન્ટાઇન, પોતે આપી જાણકારી

Akshay kumar

બોલિવુડ ડેસ્ક, 04 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેવામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યાં સમગ્ર દેશમાં કોરોના પોતાનું કહેર વરસાવી રહ્યો છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર(Akshay kumar)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી. એક્ટરે(Akshay kumar) કહ્યું કે રવિવારે સવારે તેઓ પોઝિટિવ થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ પછી તે પોતે હોમ ક્વોરેન્ટાઇન થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બોલિવુડ એક્ટર રણબીર કપૂરને કોરોના થયો હતો, તે સાજો થયો અને આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બોલિવુડ સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમની સારવાર મુંબઇની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. અગાઉ કાર્તિક આર્યન પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી હતી.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

Bijapur: સુરક્ષાદળોના જવાનોની ટુકડી પર નક્સલવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 5 જવાન શહીદ થયા અને 12 ઘવાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ
Whatsapp Join Banner Guj