EyDn4WsVEAcK7Mc

Bijapur: સુરક્ષાદળોના જવાનોની ટુકડી પર નક્સલવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 5 જવાન શહીદ થયા અને 12 ઘવાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

Bijapur

નવી દિલ્હી, 04 એપ્રિલ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર(Bijapur) અને સુકમા જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ જવાન શહીદ થઈ ગયા, જ્યારે 12 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. શહીદ થનારા જવાનોમાં DRG ના 3 અને CRPF ના બે જવાન સામેલ છે.

પોલીસ અધિકારીઓ પ્રમાણે સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી એક મહિલા નક્સલીનો મૃતદેહ કબજે કર્યો છે. રાજ્યમાં નકસલ વિરોધી અભિયાનના નાયબ પોલીસ મહાનિરીક્ષક ઓપી પાલે તેની પુષ્ટિ કરી છે. આઈજી બસ્તર પી સુંદરરાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે શરૂઆતી જાણકારીમાં અથડામણ દરમિયાન આશરે 9 નક્સલીઓના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્ત છે. તેની પુષ્ટિ કરવા માટે અમારે વધારે સમયની જરૂર પડશે. અમારા અનુસાર ત્યાં 250 નક્સલી હતા.

નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા જિલ્લા રિઝર્વ ગાર્ડના ત્રણ જવાનોને સારવાર માટે રાયપુર લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે અથડામણમાં ઘાયલ થયેલા જવાનોને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. 

ADVT Dental Titanium

મીડિયા રિપોર્ટ દ્વારા મળેલી જાણકારી મળી છે કે. ભારતીય વાયુ સેનાએ સુકમામાં બચાવ કાર્યોમાં અર્ધસૈનિક દળોની મદદ માટે એમઆઈ-17 હેલીકોપ્ટરોને તૈનાત કર્યા છે, જ્યાં નક્સલીઓ સાથે અથડામણમાં પાંચ જવાન શહીદ થઈ ગયા. આ હેલિકોપ્ટરોની મદદથી ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યાં છે. નક્સલ વિરોધી અભિયાનના નાયબ પોલીસ મહાનિરીક્ષક ઓપી પાલે જણાવ્યુ કે, અત્યાર સુધી પ્રાપ્ત જાણકારીમાં કોબરા બટાલિયનના એક જવાન, બસ્તરિયા બટાલિયનના બે જવાનો, ડીઆરજીના બે જવાનો શહીદ થયા છે. આ દરમિયાન 12 જવાનોને ઈજા થઈ છે. તો અથડામણમાં 10 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

જાણો ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી આજનું રાશિ ભવિષ્ય, શું કહે છે તમારી રાશિનું ટેરોકાર્ડ(Tarotcard)?