Amitabh Bachchan

Amitabh Bachchan Hospitalized: અમિતાભ બચ્ચન કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, આજે સવારે થઇ એન્જીયોપ્લાસ્ટી સર્જરી

Amitabh Bachchan Hospitalized: બિગ બીએ આજે બપોરના 12 કલાકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી

મનોરંજન ડેસ્ક, 15 માર્ચઃ Amitabh Bachchan Hospitalized: બોલિવુડ અભિનેતાના સ્વાસ્થને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે સવારે તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. જેના માટે તેમને મુંબઈ સ્થિત કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકો બિગ બીની તબિયતને લઈ ખુબ પરેશાન છે પરંતુ હાલમાં બિગ બી એકદમ સ્વસ્થ છે.

બિગ બીએ આજે બપોરના 12 કલાકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતુ હમેશા ગ્રેટિટ્યુડ… કહેવામાં આવી રહ્યું છે કે, બચ્ચને સર્જરી બાદ પોતાના સોશિયલ મીડિયા પર તેના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.આ પહેલા પણ અમિતાભ બચ્ચનને કુલીની શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તો કવિતાઓ તેમજ ફોટો પોસ્ટ કરતા રહે છે.

આ પણ વાંચોઃ Lok Sabha Election 2024 : ચૂંટણીપંચની મોટી જાહેરાત, આવતીકાલે જાહેર થશે લોકસભાની ચૂંટણી 2024નો કાર્યક્રમ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો