Fish Aquarium

Vastu Tips for Fish Aquarium: ફિશ એક્વેરિયમ ઘરે લાવવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ વાસ્તુ નિયમ, ધન-સંપત્તિમાં થશે વધારો

Vastu Tips for Fish Aquarium: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ બની રહે છે

વાસ્તુ ટિપ્સ, 15 માર્ચઃ Vastu Tips for Fish Aquarium: ઘરની બધી વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ન રાખવામાં આવી હોય તો તેનું જીવન પર ઉંડો પ્રભાવ થાય છે. આ વસ્તુઓમાં એક છે ફિશ એક્વેરિયમ, જેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી નકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં સક્ષમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિશ એક્વેરિયમને રાખવાની યોગ્ય દિશા કઈ છે? જાણો ફિશ એક્વેરિયમના વાસ્તુ નિયમો વિશે.

એક્વેરિયમમાં કેટલી હોવી જોઈએ ફિશ? 
ફિશ એક્વેરિયમમાં વધારે કે ઓછી માછલીઓ ન રાખો. વાસ્તુ અનુસાર એક્વેરિયમમાં 9 માછલીઓ રાખવી સૌથી શુભ માનવામાં આવે છે જેમાં 8 નારંગી અને એક કાળી માછલી રાખવી જોઈએ. 

આ પણ વાંચોઃ Amitabh Bachchan Hospitalized: અમિતાભ બચ્ચન કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, આજે સવારે થઇ એન્જીયોપ્લાસ્ટી સર્જરી

કઈ દિશામાં રાખવું જોઈએ એક્વેરિયમ? 
ફિશ એક્વેરિયમ રાખવાની સૌથી સારી જગ્યા ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને સ્ટ્રેસની સ્થિતિ ખતમ થઈ જાય છે. 

આ બે જગ્યાઓ પર ન રાખો ફિશ એક્વેરિયમ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફિશ એક્વેરિયમ ભુલથી પણ કિચનમાં ન રાખો. તેના ઉપરાંત તમે તેને બેડરૂમમાં પણ ન રાખો. જો તમે આ જગ્યાઓ પર એક્વેરિયમ રાખો છો તો તેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

આ દિશાઓમાં ન રાખો એક્વેરિયમ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં એક્વેરિયમ ન રાખવું જોઈએ. તેનાથી તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. માટે ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ એક્વેરિયમ ન રાખો. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો