Cool weather in gujarat

Cold Wave in state: રાજ્યભરમાં આગામી બે દિવસ કડકડતી પડશે ઠંડી, કચ્છમાં બે દિવસ ‘યલો એલર્ટ’

Cold Wave in state: રાજ્યમાં અનેક સ્થળે આગામી ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે

અમદાવાદ, 09 જાન્યુઆરીઃ Cold Wave in state: ગુજરાતમાં માવઠાની અસર ઓછી થતાં જ હવે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા ૬.૯ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું જ્યારે ભૂજ-રાજકોટ-કંડલામાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. કાતિલ ઠંડીને પગલે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં અનેક સ્થળે આગામી ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સન પગલે ગુજરાતના ૧૬ તાલુકામાં માવઠું પડયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ ૧.૫૦ ઈંચ, ભાણવડ-પોરબંદરમાં ૧ ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૃચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા-માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરૃડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૩ દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી. પરંતુ હવે રાહતની વાત એ છે કે, રાજ્યમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી.

આ પણ વાંચોઃ Arrested for threatening to blast ShahRukh’s bungalow: શાહરુખ ખાનનુ ઘર ઉડાવી દેવાની ધમકી આપનાર યુવકની ધરપકડ

અમદાવાદમાં ૨૪.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો ઘટાડો જ્યારે ૧૫.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન પણ ઠંડા પવનથી શહેરીજનો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ ૧૨ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેતાં કાતિલ ઠંડી અનુભવાશે. અમદાવાદમાં છેલ્લા સતત ૬ વર્ષથી જાન્યુઆરીમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગયો છે.

Whatsapp Join Banner Guj