Bharti and Haarsh reveal their babys face

Bharti and Haarsh reveal their baby’s face: કોમેડિયન ભારતી સિંહ-હર્ષ લીંબચિયાએ ચાર મહિના બાદ બતાવ્યો પુત્ર લક્ષ્યનો ચહેરો- જુઓ શેર વીડિયો

Bharti and Haarsh reveal their baby’s face: દીકરાના જન્મ બાદ ભારતી સિંહ તથા હર્ષે કહ્યું હતું કે તેઓ દીકરાને લાડથી ગોલા કહીને બોલાવે છે

મનોરંજન ડેસ્ક, 12 જુલાઇઃ Bharti and Haarsh reveal their baby’s face: કોમેડિયન ભારતી સિંહે અંતે પોતાના લાડલા દીકરા ગોલા એટલે કે લક્ષ્યનો ચહેરો ચાહકોને બતાવ્યો છે. ભારતી સિંહ તથા હર્ષ લીંબચિયા ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. ભારતીએ આ વર્ષે 3 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.

દીકરાના જન્મ બાદ ભારતી સિંહ તથા હર્ષે કહ્યું હતું કે તેઓ દીકરાને લાડથી ગોલા કહીને બોલાવે છે. જોકે તેમણે અત્યારસુધી લાડલાનો ચહેરો બતાવ્યો નહોતો. થોડા સમય પહેલાં જ ભારતીએ દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું હોવાનું કહ્યું હતું. હવે બંનેએ સો.મીડિયામાં વીડિયો તથા ફોટો શૅર કરીને દીકરાનો ચહેરો બતાવ્યો છે.

વીડિયોમાં ભારતીએ કહ્યું હતું, ‘યાર, આજે હું તમને ગોલા બતાવી જ દઈશ. મને બહુ જ મેસેજ મળ્યા હતા, લોકો બહુ કટાક્ષ મારતા હતા. આજે અંતે તમે લોકો ગોલાને જોઈ જ લેશો. આમ તો બર્થડેના વ્લોગ પર ગોલાનો ચહેરો બતાવી દેવાની જરૂર હતી, પરંતુ બહાર ગયા હતા અને સારી રીતે થઈ શકે એમ નહોતું. આમ પણ તે હર્ષ ને ભારતીનો ગોલા છે, આમ તો ચહેરો બતાવીશું નહીં. હું ઘણી જ એક્સાઇટેડ છું, હજી તે સૂતો છે, તૈયાર કરીને બતાવું છું, કારણ કે તમે પહેલીવાર જુઓ છો, તો હીરો લાગવો જોઈએ ને.’

આ પણ વાંચોઃ Rescue operation: રાજ્યમાં ૨૭,૮૯૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા, ૫૧૧ નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા- રાજેન્દ્ર ત્રિવેદીએ આપી જાણકારી

ભારતીએ સૌ પહેલા દીકરાનો રૂમ બતાવ્યો હતો. વીડિયોમાં ભારતીએ બતાવ્યું હતું કે તે દીકરાનું ડાયપર ક્યાં ચેન્જ કરે છે, તેનું ઘોડિયું ક્યાં છે, રમકડાં ક્યાં છે. ભારતીએ મજાકમાં કહ્યું હતું કે ઘણીવાર તેને એવું થાય છે કે તે દીકરાની પથારીમાં સૂઈ જાય.

વીડિયોમાં ભારતી દીકરાને તૈયાર કરતી જોવા મળે છે, પરંતુ ત્યારે જ ગોલા પોટી કરી દે છે. આ જોઈને ભારતીએ કહ્યું હતું, ‘જુઓ, આજે હું તમને મારા પ્રેમાળ દીકરાનો ચહેરો બતાવવાની હતી, પરંતુ તેણે પોટી કરી દીધી. એ પણ કપડાં પહેર્યા બાદ. બાપ પર ગયો છે.’ પછી ભારતીએ દીકરાને કહ્યું હતું, ‘અમારા ઘરમાં જન્મ્યો છે, એટલે માથે ચઢીશ?’ અંતે હર્ષ અને ભારતી દીકરાનો ચહેરો બતાવે છે.

આ પણ વાંચોઃ Gujarat ATS seized drugs worth Rs 350 crore: ગુજરાત ATSએ કચ્છના મુન્દ્રા બંદરેથી 350 કરોડનું હેરોઈન ઝડપ્યું

Gujarati banner 01