Drugs Seized

Gujarat ATS seized drugs worth Rs 350 crore: ગુજરાત ATSએ કચ્છના મુન્દ્રા બંદરેથી 350 કરોડનું હેરોઈન ઝડપ્યું

Gujarat ATS seized drugs worth Rs 350 crore: ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કોડે સપાટો બોલાવી કચ્છના મુન્દ્રા  બંદરેથી વધુ 70 કિલો હિરોઈન જપ્ત કર્યું

અમદાવાદ, 12 જુલાઇઃ Gujarat ATS seized drugs worth Rs 350 crore: ગુજરાત ATSએ કચ્છમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં કચ્છના મુન્દ્રા બંદરેથી 70 કિલો હિરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSએ આ અંગે કાર્યવાહી હાથધરી છે.

રાજ્યમાં નશાનું દુષણ વધી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું હેરોઈન છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે હેરોઈન ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કોડે સપાટો બોલાવી કચ્છના મુન્દ્રા  બંદરેથી વધુ 70 કિલો હિરોઈન જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડ રૂપિયા થાય છે. 

આ પણ વાંચોઃ Gujarat Weather update: 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, 8 જીલ્લા રેડ એલર્ટ જાહેર- જાણો ક્યાં વરસશે મેઘરાજ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કપડાની આડમાં હેરોઈનની દાણચોરી કરવામાં આવી હતી. આ જથ્થો દુબઈના જેબેલ અલી બંદરથી કન્ટેનરમાં આવ્યો હતો. ATSના અધિકારીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ પર હેરોઈન જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે વિશેષ તપાસ થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મુન્દ્રા બંદર પર હેરોઈનના જથ્થા અંગે ઈનપુટના આધારે ATS ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સાથે ઓપરેશન કરી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Police Twitter account hacked: ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું, આ રીતે થઇ જાણ- વાંચો વિગત

Gujarati banner 01