84c265ce f8d1 4179 a6a5 9da09a8e2122

સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાઠી અભિનિત બ્રોકન બટ બ્યુટીફુલ 3(Broken beautiful 3) એમએક્સ પ્લેયર પર કરો સ્ટ્રીમ

આ સીઝન(Broken beautiful 3)માં પ્રેમમાં પડવા કરતાં વિખૂટા પડવાનું વધુ શક્તિશાળી છેઃ આ સિરીઝના બધા એપિસોડ મફતમાં સ્ટ્રીમ કરી શકાશે, 18મી જૂન, 2021થી

બોલિવુડ ડેસ્ક, 15 જૂનઃ અમુક વાર તમે એકાદ વ્યક્તિના પ્રેમમાં એટલા ગળાડૂબ થઈ જાઓ છો કે તેના સિવાય તમને કશું જ દેખાતું નથી. નવી પ્રેમકથા બ્રોકન બટ બ્યુટિફુલ(Broken beautiful 3)માં ડોકિયું કરતાં આ સંબંધના ડ્રામાની નવી સીઝનમાં હાર્ટથ્રોબ સિદ્ધાર્થ શુક્લા ડિજિટલ પદાર્પણ કરી રહ્યો છે અને તે અદભુત પરફોર્મન્સ, કેમિસ્ટ્રી, સંગીત અને ભાવનાઓ સાથે દર્શકોને મોહિત કરવા માટે સુસજ્જ છે. ચાહકોના ચહેરા પર સ્મિત લાવતાં આ ઈમ્પરફેક્ટ્લી પરફેક્ટ પ્રેમકથા અને હૃદયભંગ હવે મફતમાં 18મી જૂનથી એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ કરી શકાશે.

Broken beautiful 3

આધુનિક યુગમાં ગૂંચભર્યા પ્રેમ જીવનને પ્રદર્શિત કરતાં આ શોએ 9.3 રેટિંગ સાથે આઈએમડીબી લિસ્ટ પર વિક્રમી 40 રેન્કિંગ મેળવ્યું છે. આ સિરીઝ(Broken beautiful 3)માં વિક્રાંત મેસ્સી અને હરલીન સેઠી પણ કેમિયોમાં જોવા મળશે.

આ સિરીઝ(Broken beautiful 3)માં અગસ્ત્ય રાવ (સિદ્ધાર્થ શુક્લા) અને રૂમી દેસાઈ (સોનિયા રાઠી)ની વાર્તા છે. આ બંને અત્યંત અલગ દુનિયાના લોકો છે. અગસ્ત્ય રાવ ઊભરતો થિયેટર ડાયરેકટર છે અને રૂમી દેસાઈના પ્રેમમાં પડે છે. બંને પોતાને શું જોઈએ છે તે જાણે છે, પરંતુ તેમને શું જરૂર છે તે જાણતાં નથી. તેમને માટે તેમની લગનીનો પીછો કરવા સમયે પ્રેમ તેમની પાસે આવ્યો હતો. અને બંનેને પ્રેમમાં પડવા કરતાં તેમાંથી બહાર નીકળવાનું વધુ મુશ્કેલ છે એવું ભાન થાય ત્યારે સંપૂર્ણ વર્તુળ રચાય છે.

આ પણ વાંચો…

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ