chandrakant nayak

Chandrakant pandya: રામાયણના લંકેશ બાદ નિષાદ રાજની ભૂમિકા ભજવનાર ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

Chandrakant pandya: અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ

મનોરંજન ડેસ્ક, 21 ઓક્ટોબરઃ Chandrakant pandya: ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે

રામાયણ સીરિયલમાં નિષાદરાજના પાત્રથી તેમણે લોકપ્રિયતા મળી હતી. ચંદ્રકાન્ત પંડ્યા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતી. ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિધન થતાં પરિવાર સહિત વતનમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે તેમનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ગામ હતું. પરંતુ અંદાજે 50 વર્ષથી પોતાના કુટુંબ સાથે મુંબઇ ખાતે રહેતા હતા. આવતીકાલે મુંબઈ ખાતે ચંદનવાડી મરીન લાઈન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ WHO Appracoate India: WHOએ ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના કર્યા વખાણ, કોવેક્સિન વિશે કરી ચર્ચા- વાંચો શું કહ્યું ?

Whatsapp Join Banner Guj