WHO president

WHO Appracoate India: WHOએ ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના કર્યા વખાણ, કોવેક્સિન વિશે કરી ચર્ચા- વાંચો શું કહ્યું ?

WHO Appracoate India: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ WHOના વડા સાથે આરોગ્ય સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કોવિડ-19 વિુદ્ધ ભારત સરકારના પ્રયાસોન પ્રશંસા કરી

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ WHO Appracoate India: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને WHOના વડા ડોક્ટર ટેડ્રોસ અદનોમ વચ્ચે મંગળવારે ઘણા મુદ્દાને લઇ વાતચીત થઈ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ WHOના વડા સાથે આરોગ્ય સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કોવિડ-19 વિુદ્ધ ભારત સરકારના પ્રયાસોન પ્રશંસા(WHO Appracoate India) કરી છે.

ભારતમાં બુધવારે સવારે 8 કલાક સુધી કોરોના રસીના 99 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે અને દેશ 100 કરોડ ડોઝનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે. કેન્દ્રએ રાજ્યોને અપીલ કરી છે કે રસીની પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધતાને જોતા બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરે

આ પણ વાંચોઃ Diwali shubh muhurat: દિવાળીના પર્વને ગણતરીના જ દિવસ બાકી, નોંધી લો આ ખાસ દિવસોના શુભમૂહુર્તો અને ચોઘડિયા

WHOના વડા ટેડ્રોસ અદનોમે આરોગ્ય પ્રધાન મનસુખ સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિના વૈશ્વિક સ્તરે ઇમરજન્સી ઉપયોગના મુદ્દે પણ ચર્ચા કરી. તેની સાથે જ આ ટેલિફોનિક વાતચીતમાં કોવેક્સ સુવિધા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એસ્ટ્રાજેનેકા વેક્સિનના સપ્લાયને ફરીથી શરૂ કરવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી.

આરોગ્ય મંત્રી મનસુખી માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે WHOના વડા ડો. ટેડ્રોસ સાથે આરોગ્ય સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. આ દરમિયાન WHOના અન્ય વરિષ્ઠ અધિકારી પણ હાજર હતા. કોરોના રસીકરણમાં ભારત સરકારાના પ્રયાસોની WHOના વડાએ પ્રશંસા કરી છે

તેમણે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું કેદેશ અને દેશ વાસીઓને શુભેચ્છા પાઠવી છે. તથા વડાપ્રધાનના દૂરદર્શી વિચારને પણ બિરદાવ્યા છે.

Whatsapp Join Banner Guj