Arvuda sena shivir

Arvuda sena shivir: અંબાજીમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતા માં ચૌધરી સમાજ ગઠીત અર્બુદા સેના ની બે દિવસીય શિબિરની શરૂઆત

Arvuda sena shivir: રાજકીય રીતે બીજા બધાની મને ખબર નથી હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર છુ: વિપુલ ચૌધરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 17 મે:
Arvuda sena shivir: આગામી ટૂંક સમય મા વિધાનસભા ની ચૂંટણીઓ ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અનેક સમાજો પોતાના વર્ચસ્વ ને લઈ સમાજની શિબિરોને બેઠકો યોજી રહ્યા છે યાત્રાધામ અંબાજી ખાતે મોદી સમાજ ની બેઠક થયા બાદ આજે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતા માં ચૌધરી સમાજ ગઠીત અર્બુદા સેના ની બે દિવસીય શિબિરની શરૂઆત કરી છે જેને વિપુલભાઈ ચૌધરી એ દીપ પ્રગટાવીને શિબિર ખુલ્લી મૂકી હતી જોકે અર્બુદા સેના 4 બ્લોકમાં વહેંચાયેલી છે જેમાં આજે ત્રણ તાલુકા ના 67 ગામો ના અર્બુદા સેનાના સૈનિકો ની શિબિર નો પ્રારંભ થયો છે ત્યાર બાદ આગામી સમય માં મહેસાણા, પાટણ અને માણસા ઝોન માં પણ આજ રીતે અર્બુદા સેનાની શિબિરો યોજાશે.

ત્યારબાદ દૂધ સાગર સૈનિકોની બેઠક નો દોર શરુ કરાશે આજે અંબાજી ખાતે યોજાયેલી આ શિબિર ને લઈ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી એ જાણવ્યું હતું કે આ શિબિર સામાજિક છે ને સહકારી ક્ષેત્ર માં જૂની પેઢી બાદ હવે નવી પેઢી ને તૈયાર કરવાનું કામ સેના કરી રહી છે જેના થકી ગામ નો અને સમાજ નો વિકાસ થશે અને સાથે દૂધ ઉત્પાદકો 100 ટકા સરકારી માળખા માં દૂધ આપે ને એક પણ ટકો ખાનગી માં ન જાય તેવી કાળજી રાખવાનું કામ અર્બુદા સેના ને સોંપવામાં આવશે

Arvuda sena shivir

જોકે વિપુલભાઈ ચૌધરી ને મીડિયા દ્વારા રાજકીય પાર્ટી બાબતે કરેલા સવાલ સામે તેમને જણાવ્યું હતું કે રાજકીય રીતે બીજા બધાની મને ખબર નથી હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર છુ અને હું ઈચ્છું છુ કે મારી પાર્ટી ને મારી સરકાર દૂધ સાગર ડેરીની વ્યાજવી અને વ્યવહારુ વાત ને સમજે તેમજ અન્યાય અને શોષણ ન થાય તેની કાળજી સરકાર રાખે, પાડોસી રાજ્ય રાજસ્થાનમાં દૂધ ઉત્પાદકો ને કિલો ફેટ ના રૂપિયા 100 વધારે મળતા હોય ત્યારે આપણી સરકાર આ બાબતે ચિંતિત ન હોય તે કેટલું વ્યાજબી છે. . ?

જોકે વિપુલ ચૌધરી એ આગામી વિધાનસભામાં પોતાનો રોલ શું રહેશે તે બાબતે તેમને જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે ચૂંટણી લાડવા કોઈ ચિન્હ ની જરૂર નથી ને દોઢ દાયકા થી ચિન્હ વગર જ ચૂંટણી લડી છે ને હાલ અન્ય કોઈ ચૂંટણી ની ચર્ચા કે પ્રસંગ ન હોવાનું તેમને ઉમેર્યું હતું.

આ પણ વાંચો..Punyatithi of writer Ramesh Parekh: સાહિત્યકાર રમેશ પારેખની પુણ્યતિથિ પર વાંચો માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે ફરી એક વાર પ્રેમ થઇ જાય તેવો લેખ