Dadasaheb Phalke Awards 2024

Dadasaheb Phalke Awards 2024: ‘જવાન’ માટે શાહરુખ અને નયનતારાને દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ અવૉર્ડ મળ્યો, જુઓ વિનર્સનું લિસ્ટ

Dadasaheb Phalke Awards 2024: વિક્કી કૌશલે ફિલ્મ ‘સામ બહાદુર’માં તેના જોરદાર અભિનય માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક)નો અવૉર્ડ જીત્યો

બોલિવુડ ડેસ્ક, 21 ફેબ્રુઆરીઃ Dadasaheb Phalke Awards 2024: મુંબઈમાં મંગળવારે મોડી સાંજે દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ અવૉર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે શાહરુખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે બેસ્ટ એક્ટર અને નયનતારાને બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે બોબી દેઓલ નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટર અને સંદીપ રેડ્ડી વાંગાને ફિલ્મ ‘એનિમલ’માટે બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. આ સિવાય વિક્કી કૌશલે ફિલ્મ ‘સામ બહાદુર’માં તેના જોરદાર અભિનય માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક)નો અવૉર્ડ જીત્યો હતો.

આ પણ વાંચોઃ Ameen Sayani: રેડિયોના સૌથી લોકપ્રિય પ્રેઝન્ટર અમીન સયાનીનું નિધન થયુ, બૉલીવુડ ફિલ્મોમાં પણ રેડિયો એનાઉન્સર તરીકે કર્યુ છે કામ 

મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડ ખાતે આયોજિત દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડમાં ડિરેક્ટર એટલી પત્ની પ્રિયા સાથે પહોંચ્યા હતા. આ સિવાય બોબી દેઓલ, શાહિદ કપૂર, કરીના કપૂર, શાહરુખ ખાન, રાની મુખર્જી સહિત ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ વર્ષે શાહરુખ ખાનને બેસ્ટ એક્ટર અને નયનતારાને ફિલ્મ ‘જવાન’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે.

સંપૂર્ણ લિસ્ટ

  • બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ ) – બોબી દેઓલ (એનિમલ)
  • બેસ્ટ ડિરેક્ટર – સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
  • બેસ્ટ એક્ટર – શાહરુખ ખાન (જવાન માટે)
  • બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ કેટેગરી) – વિકી કૌશલ (સામ બહાદુર માટે)
  • બેસ્ટ એક્ટ્રેસ – નયનતારા (જવાન માટે)
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો