fardeen khan

Fardeen khan comeback: ભણસાલી વેબ સિરીઝથી 14 વર્ષ બાદ ફિલ્મી દુનિયામાં કમબેક કરશે ફરદીન ખાન, એક્ટર થયો ભાવુક

Fardeen khan comeback: ફરદીને આ સિરીઝમાં તેને રોલ આપવા બદલ સંજય લીલા ભણસાલીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

whatsapp banner

બોલિવુડ ડેસ્ક, 13 એપ્રિલઃ Fardeen khan comeback: સંજય ભણસાલી વેબ સિરીઝ ‘હીરામંડી’ સાથે OTTની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સંજય લીલા ભણસાલીની પ્રથમ સિરીઝ ‘હીરામંડી’ને લઈને સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ છે. હાલમાં જ આ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

આ પણ વાંચો:- Ramlalla Suryatilak: રામનવમી પર ભગવાન રામલલાના કપાળ પર સૂર્ય તિલક હશે; સફળ પરીક્ષણનો જુઓ વિડિઓ

આ સિરીઝ સાથે ફરદીન ખાન 14 વર્ષ બાદ ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહ્યો છે. ગઈ કાલે ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ફરદીન ખાને તેના કમબેક વિશે વાત કરી હતી. આ દરમિયાન તે ભાવુક થઈ ગયો હતો અને તેણે આ સિરીઝમાં તેને રોલ આપવા બદલ સંજય લીલા ભણસાલીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ફરદીને કહ્યું, ‘મારા માટે આ ઘણો લાંબો ગેપ છે, લગભગ 14 વર્ષ થઈ ગયા છે. મને આ તક આપવા બદલ હું સંજય લીલા ભણસાલી અને નેટફ્લિક્સનો ખૂબ જ આભારી છું. આ મને ઈમોશનલ કરનાર ક્ષણ છે.’ ફરદીને વધુમાં કહ્યું કે, ‘સંજયજીના પાત્રો ખૂબ જ મુશ્કેલ અને ગંભીરતાથી ભરેલા છે. તેમને સમજવું સહેલું નથી. તેમની સાથે કામ કરવું કોઈ પડકારથી ઓછું નથી.’ આ દરમિયાન ફરદીન ખાન ભાવુક થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે ફરદીન ભણસાલીની હીરામંડીમાં વલી મોહમ્મદનું પાત્ર ભજવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફરદીન ખાનની છેલ્લી ફિલ્મ 2010માં રિલીઝ થયેલી ‘દુલ્હા મિલ ગયા’ હતી. જોકે, અભિનેતાની આ ફિલ્મ ખાસ કમાલ બતાવી શકી ન હતી. આ ફિલ્મ પછી ફરદીન ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો અને હવે તે હીરામંડી સાથે કમબેક કરશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો