train 7

Special Train for Lalkuan: રાજકોટ થી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

ટિકિટનું બુકિંગ 15 મી એપ્રિલ થી શરૂ થશે(Special Train for Lalkuan )

whatsapp banner

રાજકોટ, 13 એપ્રિલ: Special Train for Lalkuan: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ રાજકોટ થી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં વીકલી સ્પેશિયલ [22 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટ (Special Train for Lalkuan) થી દર સોમવારે 22.30 કલાકે ઉપડશે અને બુધવારે 04.05 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 22 એપ્રિલ 2024 થી 01 જુલાઈ 2024 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી 13.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી ચાલશે.

આ પણ વાંચો:- Ramlalla Suryatilak: રામનવમી પર ભગવાન રામલલાના કપાળ પર સૂર્ય તિલક હશે; સફળ પરીક્ષણનો જુઓ વિડિઓ

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સોરોન શુકર, બદાયું, બરેલી, બરેલી સિટી, ઇજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 05046 નું બુકિંગ 15 એપ્રિલ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો