Film Brahmastra story leak

Film Brahmastra story leak: ફિલ્મ રિલીઝ થતા પહેલાં ‘બ્રહ્માસ્ત્ર’ની સ્ટોરી થઇ લીક, વાંચો શું છે સસ્પેન્શ?

Film Brahmastra story leak: ફિલ્મમાં અસલી વિલન મૌની રોય નહીં, પરંતુ આલિયા ભટ્ટ છે

બોલિવુડ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Film Brahmastra story leak: હાલ બોલિવુડ એક્ટર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં બિઝી છે. જોકે, આ દરમિયાન ફિલ્મની વાર્તા લીક થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં અસલી વિલન મૌની રોય નહીં, પરંતુ આલિયા ભટ્ટ છે.

સો.મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે ફિલ્મના ટ્રેલરમાં આ વાત બતાવવામાં આવી નથી, પરંતુ રિયલ વિલન આલિયા ભટ્ટ છે. તે શિવા એટલે કે રણબીર કપૂરને હની ટ્રેપ કરીને ફસાવે છે. તે શિવાની મદદથી શસ્ત્રો સુધી પહોંચવા માગે છે. જોકે, કેટલાંક યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે આલિયા પોતે પણ એક શસ્ત્ર છે અને તે વાતનો ઘટસ્ફોટ ફિલ્મના અંતમાં થશે.

આ પણ વાંચોઃ Mohamed israel mansoori enters vishnupad temple: વિષ્ણુપદ મંદિરમાં મંત્રી મોહમંદ ઇસરાઇલ મંસૂરીએ પૂજા કરવાથી હોબાળો, ભાજપ રોષ વ્યક્ત કર્યો

યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો છે. ફિલ્મમાં શાહરુખ ખાન પણ છે. સૂત્રોના મતે, ફિલ્મની શરૂઆત શાહરુખ ખાનના સીનથી થશે. તે ફિલ્મમાં 15-20 મિનિટ માટે જોવા મળશે.

Brahmāstra: Ayan Mukherji introduces Mouni Roy as Junoon; calls her the  surprise package in Alia-Ranbir

આ ઉપરાંત સો.મીડિયામાં #BoycottBrahmastra ટ્રેન્ડ થયું હતું. યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂર ચંપલ પહેરીને મંદિરમાં જાય છે. તેણે હિંદુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે. આથી જ ફિલ્મને બોયકોટ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ‘બ્રહ્માસ્ત્ર’નો પાર્ટ વન 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન છે. ફિલ્મમાં રણબીરે ‘શિવા’ તથા આલિયાએ ‘ઈશા’નો રોલ પ્લે કર્યો છે. અમિતાભે ફિલ્મમાં પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. મૌનીના પાત્રનું નામ ‘દમયંતી’ છે.

આ પણ વાંચોઃ BJP MLA controversial statement: મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના ધારાસભ્યને પોલીસે અટકાયતમાં લીધા

Gujarati banner 01