Mohamed israel mansoori enters vishnupad temple

Mohamed israel mansoori enters vishnupad temple: વિષ્ણુપદ મંદિરમાં મંત્રી મોહમંદ ઇસરાઇલ મંસૂરીએ પૂજા કરવાથી હોબાળો, ભાજપ રોષ વ્યક્ત કર્યો

Mohamed israel mansoori enters vishnupad temple: મંદિરના પ્રવેશદ્રારની બંને સાઇટ પર શિલાપટ્ટ લાગેલા છે, જેના પર લખેલું છે કે મંદિરમાં બિન-હિંદુ શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે

નવી દિલ્હી, 23 ઓગષ્ટઃ Mohamed israel mansoori enters vishnupad temple: બિહારમાં મહાગઠબંધન સરકાર બન્યા બાદ દરરોજ કોઇને કોઇ મંત્રીને લઇને વિવાદ સામે આવી રહ્યા છે. તાજો વિવાદ મુખ્યમંત્રી નીતીશ કુમારના મંત્રી મોહંમદ ઇસરાઇલ મંસૂરીના વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં જવાનો છે. બિન-હિંદુ મંસૂરી ગયા સ્થિત મંદિરના ગર્ભગૃહમાં જવાના મામલાએ તૂલ પકડી લીધું છે. ભાજપે આ મુદ્દાને ઝડપી લેતાં તેને હિંદુ ધર્મનું અપમાન ગણાવ્યું છે. 

જોકે આ મામલો મંગળવારનો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર ગયા સ્થિત વિષ્ણુપદ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે મંદિરના ગર્ભગૃહમાં જઇને વિશેષ પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમની સાથે સૂચના ટેક્નોલોજી મંત્રી મોહમંદ ઇસરાઇલ મંસૂરી સહિત અન્ય નેતા પણ હાજર હતા. હવે તેને લઇને મંદિર મેનેજમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે. 

મંદિરના પ્રવેશદ્રારની બંને સાઇટ પર શિલાપટ્ટ લાગેલા છે, જેના પર લખેલું છે કે મંદિરમાં બિન-હિંદુ શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સૂચના અને ટેક્નોલોજી મંત્રીના ગર્ભગૃહમાં ગયા બાદ મંદિર સમિતિ અને ભાજપ તેના પર રોષ વ્યક્ત કર્યો હતો. 

गया : विष्णुपद मंदिर में अहिंदू प्रवेश वर्जित है, मंत्री इसराइल मंसूरी  गभगृह तक गए तो गंगाजल से हुआ शुद्धिकरण - InsiderLive.in: Get Latest News,  India News ...

આ પણ વાંચોઃ BJP MLA controversial statement: મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના ધારાસભ્યને પોલીસે અટકાયતમાં લીધા

બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે કહ્યું કે વિષ્ણુપદ મંદિરમાં કોઇ બિન-હિંદુનો પ્રવેશ વર્જિત છે. હિંદુ સમાજને અપમાનિત કરવાનું આ કામ મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું છે. આ ઘટનાને શરમજનક ગણાવતાં સંજય જાયસવાલે કહ્યું કે તેના માટે સીએમને માફી માંગવી જોઇએ. જાયસવાલે આગળ કહ્યું કે આ મુદ્દાને લઇને ભાજપ વિધાનસભાથી માંડીને રસ્તા પર પ્રદર્શન કરશે. 

બીજી તરફ વિષ્ણુપદ મંદિર વ્યવસ્થાપક કમિટિના અધ્યક્ષ શંભૂ લાલ બિઠ્ઠલે કહ્યું ‘તે સમયે અમને પણ જાણકારી ન હતી. જે લોકો તેમને જાણતા હતા, તેમને મંત્રીને રોકવા જોઇતા હતા. આ સનાતમ ધર્મ અને પંડા સમાજને ઠેસ પહોંચી છે. આ વર્ષો જૂની પરંપરા છે. 

ભાજપ પ્રવકતા નિખિલ આનંદે કહ્યું કે ”નીતીશ કુમાર હિંદુ ધાર્મિક પરંપરામાં વિશ્વાસ ધરાવતા નથી. જો નીતીશ કુમાર જી સેક્યુલરાઇટિસથી પીડિત છે, તો તેમને મક્કા-મદીના જઇને નમાજ અદા કરવી જોઇએ. જે પ્રકારે નીતીશ કુમારે જાણીજોઇને પ્રાચીન સનાતન હિંદુ ધાર્મિક માપદંડોને તોડીને મંદિર પરિસરને પ્રદૂષિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે જ સ્થાનિક પુજારીના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેમને હિંદુ ધર્મ અને વિશ્વ સ્તર પર સનાતન ધર્મમાં વિશ્વાસ કરનાર તમામ લોકો પાસે માંફી માંગવી જોઇએ. 

આ પણ વાંચોઃ Bridge of Rajpipla and Ramgarh collapsed: નર્મદા જિલ્લાના રાજપીપળા અને રામગઢને જોડતા પુલમાં 20 ફૂટનું ગાબડું પડતાં લોકોની મુશ્કેલી વધી

Gujarati banner 01