Narmada Dam Overflow

Narmada Dam water level update: બપોરે ૦૩:૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૫.૭૮ મીટરે નોંધાઇ : જળાશયમાં ૯૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહ

Narmada Dam water level update: ભૂગર્ભ જળ વિદ્યુત મથક અને કેનાલ હેડ પાવર હાઉસ મારફત આજદિન સહિત ૩૪ દિવસમાં આશરે કુલ-૧૬૧.૭૬ કરોડની કિંમતનું કરાયું વિજ ઉત્પાદન

  • નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જરૂરી અગમચેતી પગલાનાં ભાગરૂપે
  • જિલ્લા વહિવટીતંત્ર સાબદુ : નિચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત: અસરગ્રસ્ત ગામલોકોને સાવધ કરાયા

રાજપીપળા, 23 ઓગષ્ટઃNarmada Dam water level update: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૩ મી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ૧૩૫.૭૮ મીટરે નોંધાયેલ છે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે આજે સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજાને ૩.૦૫ મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી આજે હાલમાં આશરે સરેરાશ ૫ (પાંચ) લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. અને આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૮,૫૯૯.૩૦ મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે અને આજે સવારે ૧૦.૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૫.૯૫ મીટરે નોંધાઇ હતી. આજની સ્થિતીએ નર્મદા ડેમમાં પાણીનો ૯૧ ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા ૩૪ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૩૪ દિવસમાં આશરે કુલ રૂા.૧૬૧.૭૬ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તા.૨૨ મી ઓગષ્ટ,૨૦૨૨ ને સોમવારના રોજ નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની જાવક માટે ખુલ્લા રખાયેલા ૧૦ દરવાજાની સંખ્યામાં બપોરે ૧૨:૦૦ કલાકે વધારો કરીને ૧૫ દરવાજા ૨.૩૫ મીટરની ઉંચાઇ સુધીના ખોલીને સરેરાશ આશરે ૨.૨૫ લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) સામે ૨.૫૦ લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરવામાં આવી હતી. તદઉપરાંત ભૂગર્ભ વિદ્યુત જળ મથક દ્વારા વિજ ઉત્પાદન બાદ ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ-૨.૯૫ લાખ પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો.

ગઇકાલે બપોરે ૧૨:૦૦ કલાકે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૬.૦૪ મીટરે નોંધાઇ હતી. ત્યારબાદ પણ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક સતત વધવાને કારણોસર ગઇકાલે સાંજે ૦૫:૦૦ કલાકે પુન: ડેમના ૨૩ દરવાજા ૨.૧૫ મીટરની ઉંચાઇ સુધી ખોલીને નર્મદા ડેમમાં સરેરાશ અંદાજે ૩.૧૩ લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) ની સામે ૩.૫૦ લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરાયો હતો અને ભૂગર્ભ જળ વિદ્યુત મથકમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ સરેરાશ આશરે ૩.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો. ગઇકાલે સાંજે ૦૫:૦૦ કલાકે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૯૮ મીટરે નોંધાઇ હતી.

આ પણ વાંચોઃ Film Brahmastra story leak: ફિલ્મ રિલીઝ થતા પહેલાં ‘બ્રહ્માસ્ત્ર’ની સ્ટોરી થઇ લીક, વાંચો શું છે સસ્પેન્શ?

આશરે છેલ્લા ૩૪ દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ ૦૬ યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા ૩૪ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતનુ ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આમ આજદિન સહિત ૩૪ દિવસથી આશરે કુલ રૂા.૧૫૦ કરોડનું વિજ ઉત્પાદન કરાયું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ તા.૧૨ મી ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે તા.૨૩ મી ઓગષ્ટની સ્થિતિએ હાલમાં સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ ૧૭ હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૧૨ દિવસમાં આશરે કુલ રૂા.૧૧.૭૬ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાબદુ કરાયું છે. તેમજ તિલકવાડા, ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકા મામલતદારઓ સહિત સંબંધકર્તા તમામ વિભાગના અધિકારીઓને પુરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્ર તરફથી આપવામાં આવી છે. અને નિચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને નદીમા અવર-જવર ન કરવા તેમજ પશુઓની અવર-જવર ન થાય તે માટે સાવધ કરવામાં આવ્યાં છે.

તદ્ઉપરાંત, જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Mohamed israel mansoori enters vishnupad temple: વિષ્ણુપદ મંદિરમાં મંત્રી મોહમંદ ઇસરાઇલ મંસૂરીએ પૂજા કરવાથી હોબાળો, ભાજપ રોષ વ્યક્ત કર્યો

Gujarati banner 01