BJP MLA controversial statement

BJP MLA controversial statement: મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના ધારાસભ્યને પોલીસે અટકાયતમાં લીધા

BJP MLA controversial statement: અટકાયતમાં લેવાયા તે પહેલા ટી રાજા સિંહે એક વીડિયો બહાર પાડીને પોતાના વિવાદિત નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું

નવી દિલ્હી, 23 ઓગષ્ટઃ BJP MLA controversial statement: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહને પોલીસે અટકાયતમાં લીધા છે. હૈદરાબાદમાં અનેક જગ્યાઓ પર મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ ટી રાજા સિંહની ધરપકડની માગણી કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સર તન સે જૂદાના નારા પણ લાગ્યા. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે ટી રાજા સિંહના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા તેલંગણા ભાજપ અધ્યક્ષ સંજય બાંદીની પણ પોલીસે અટકાયત કરી છે. જો કે અટકાયતમાં લેવાયા તે પહેલા ટી રાજા સિંહે એક વીડિયો બહાર પાડીને પોતાના વિવાદિત નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે.

અટકાયતમાં લેવાયા તે પહેલા ટી રાજા સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે મે પયગંબરનું અપમાન નથી કર્યું તો સીતા રામનું અપમાન કેમ? ફારુકીએ અમારા ભગવાનનું અપમાન કર્યું. દરેક એક્શનનું રિએક્શન હોય છે. ટી રાજા સિંહના સમર્થનમાં તેલંગણા ભાજપે પણ પ્રદર્શન કર્યું. તેલંગણા ભાજપ અધ્યક્ષ સંજય બાંદીની પણ અટકાયત થઈ છે. 

આ પણ વાંચોઃ Bridge of Rajpipla and Ramgarh collapsed: નર્મદા જિલ્લાના રાજપીપળા અને રામગઢને જોડતા પુલમાં 20 ફૂટનું ગાબડું પડતાં લોકોની મુશ્કેલી વધી

ભાજપ એમએલએ પર શું છે આરોપ?
ટી રાજા પર આરોપ છે કે તેમણે પયગંબરને લઈને વિવાદિત નિવેદન આપ્યું. તેમના પર એવો આરોપ છે કે સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવ્વર ફારુકી વિરુદ્ધ જારી પોતાના એક નિવેદનમાં પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરી છે. મુસ્લિમ સમુદાયના લોકો ટી રાજા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. 

નોંધનીય છે કે હૈદરાબાદમાં પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરનારા તેલંગણાના ભાજપ ધારાસભ્ય ટી રાજાને હૈદરાબાદ પોલીસે અટકાયતમાં લીધા છે. તેલંગણાથી ભાજપના ધારાસભ્ય ટી રાજાના વિવાદિત નિવેદનનો મામલો ગરમાયો છે. હૈદરાબાદમાં તેમના નિવેદન વિરુદ્ધ સોમવારથી જ પ્રદર્શન ચાલુ છે. વિધાયક ટી રાજા વિરુદ્ધ ઠેર ઠેર સર તન સે જૂદાના નારા લાગી રહ્યા છે. 

આ બધા વચ્ચે તેલંગણા કોંગ્રેસ નેતા રાશિદ ખાને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ટી રાજા વિરુદ્ધ એક દિવસમાં કાર્યવાહી ન થઈ તો કાયદો હાથમાં લઈશું. અપમાન સહન કરીશું નહીં. 

આ પણ વાંચોઃ 40 Pakistani hindus got indian citizenship: ગુજરાતમાં વસતા 40 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા મળી- વાંચો વિગત

Gujarati banner 01