Film Brahmastra story leak

First day booking of Film Brahmastra: બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું પહેલા જ દિવસે સવા લાખ ટિકિટ બુક

First day booking of Film Brahmastra: આ ફિલ્મ ભારતમાં 4500 સ્ક્રીન સહિત વૈશ્વિક સ્તરે 8000 સ્ક્રીન પર રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્ક, 08 સપ્ટેમ્બરઃ First day booking of Film Brahmastra: બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ મોસ્ટ અવેટેડ ફિલ્મ પૈકી એક છે. બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. અત્યારસુધી દેશભરમાં ઓપનિંગ ડે માટે 1.25 લાખ ટિકિટ બુક થઈ ચૂકી છે, જેમાં પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસનો સમાવેશ થાય છે. આ સાથે વીકેન્ડ માટે લગભગ અઢી લાખ ટિકિટ એડવાન્સમાં બુક થઇ ગઈ છે. કોરોનાકાળ બાદ ‘બ્રહ્માસ્ત્ર’ને સૌથી મોટું ઓપનિંગ મળવા જઈ રહ્યું છે. બ્રહ્માસ્ત્રે એડવાન્સ બુકિંગ મામલે એસએસ રાજામૌલીની આરઆરઆરને પણ પાછળ છોડી દીધી છે.

આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં હતી. #BoycottBollywood ટ્રેન્ડ વચ્ચે આ વર્ષે બોલિવૂડ માટે આ ફિલ્મ સૌથી મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. જો ફિલ્મના બજેટ વિશે વાત કરવામાં આવે તો લગભગ 410 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મમાં150 કરોડ રૂપિયા માત્ર VFX પર જ ખર્ચ કરવામાં આવે છે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનો સોશિયલ મીડિયા પર પણ બોયકોટનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, પરંતુ આમ છતાં પહેલા દિવસે 1.25 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં બુક થઈ ચૂકી છે અને વીકએન્ડ માટે લગભગ અઢી લાખ ટિકિટ બુક થઇ ચૂકી છે. જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન નહીં કરી શકે તો #Boycott નું સંકટ વધી જશે.

આ પણ વાંચોઃ Nal se jal yojna gujarat: ઇતિહાસમાં પહેલી વખત નર્મદા જિલ્લાના સાદા ગામ સુધી પહોંચાડવામાં આવ્યું 24 કલાક શુદ્ધ પાણી

ફિલ્મની રિલીઝ પહેલાં ફિલ્મમાં રોકાયેલી જંગી રકમ, એની કમાણીની, બહિષ્કારનું કારણ અને એની સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી પર એક નજર કરીએ.

ઉલ્લેખનીય છે કે, ‘બ્રહ્માસ્ત્ર’નું બજેટ સમગ્ર રૂપિયા 410 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં સ્ટારકાસ્ટની ફી, માર્કેટિંગ ખર્ચ, પ્રમોશન ખર્ચ, મેકિંગ અને વીએફએક્સ ખર્ચનો પણ સમાવેશ થાય છે. સાઉથની ફિલ્મ આરઆરઆર, 2.0 પછી આ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે અને ભારતમાં બનેલી ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ છે.

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ ભારતમાં 4500 સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયો પાસે છે. 21 ફોક્સ સ્ટાર સ્ટુડિયોના ટાઇટલમાંથી ફોક્સને હટાવી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં આ સ્ટુડિયોના નવા નામ સાથે રિલીઝ થનારી ‘બ્રહ્માસ્ત્ર’ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું વિશ્વભરમાં ડિસ્ટ્રિબ્યુટ વોલ્ટ ડિઝની સ્ટુડિયો મોશન પિક્ચર ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. ભારતમાં 4500 સ્ક્રીન સહિત વૈશ્વિક સ્તરે 8000 સ્ક્રીન પર રિલીઝ થશે.

આ પણ વાંચોઃ Porbandar bandh: મોંઘવારી, બેરોજગારી ભ્રષ્ટાચાર વિરોધમાં આ તારીખે પોરબંદર બંધનું એલાન

Gujarati banner 01