Jennifer Mistry

Jennifer Mistry latest news: જેનિફર મિસ્ત્રીએ ફરી એકવાર TMKOCના નિર્માતાઓને આપી ચેતાવણી! જાણો શું કહ્યું

Jennifer Mistry latest news: વીડિયોમાં જેનિફરે મેકર્સને ચેતવણી આપતા કહ્યું- ‘મૌનને મારી નબળાઈ ન સમજો, હું ચૂપ રહી કારણ કે મારી પાસે શિષ્ટાચાર છે

મનોરંજન ડેસ્ક, 13 મેઃ Jennifer Mistry latest news: નાના પડદાનો ફેમસ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. આ શોમાં ‘રોશન ભાભી’નું પાત્ર ભજવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ TMKOC નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

અસિત મોદી સાથે બનેલી ચોંકાવનારી ઘટના ને સંભળાવતા તેણે બીજા ઘણા લોકોના નામ લીધા છે. તેના પર મેકર્સ તરફથી જવાબ પણ આવ્યો છે. તેણે જેનિફરના આરોપોને ખોટા અને ‘સસ્તો પ્રચાર’ ગણાવ્યા છે. તે જ સમયે, હવે જેનિફરે ફરીથી નિર્માતાઓ ની ક્લાસ લેતી જોવા મળી છે. અને તે પણ કવિતા દ્વારા.

Advertisement

જેનિફર મિસ્ત્રી એ શેર કર્યો વિડીયો

જેનિફર મિસ્ત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ ઈન્સ્ટા રીલમાં જેનિફર લાલ સૂટ પહેરેલી જોવા મળે છે અને તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાય છે. તે એક કવિતા દ્વારા મેકર્સને ગુસ્સામાં જવાબ આપતી જોવા મળે છે.

વીડિયોમાં તેણે મેકર્સને ચેતવણી આપતા કહ્યું- ‘મૌનને મારી નબળાઈ ન સમજો, હું ચૂપ રહી કારણ કે મારી પાસે શિષ્ટાચાર છે. ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે… ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે. યાદ રાખો કે તેના ઘરમાં તમારા અને મારામાં કોઈ તફાવત નથી. 

Advertisement

જેનિફરે કોઈ નું નામ લીધા વિના સાધ્યું નિશાન 

આ વીડિયો શેર કરતી વખતે જેનિફરે કેપ્શનમાં લખ્યું – ‘સત્ય બહાર આવશે અને ન્યાય ચોક્કસ મળશે’. તેણે આ વીડિયોમાં તારક મહેતાના નિર્માતાઓનું નામ નથી લીધું, પરંતુ તેની બોડી લેંગ્વેજથી સ્પષ્ટ છે કે તેનો ગુસ્સો કઈ તરફ છે. જણાવી દઈએ કે જેનિફર 15 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહી છે. તેણે આ શોથી ડેબ્યૂ પણ કર્યું હતું.

આ પણ વાંચો… Karnataka Assembly Election Result: કર્ણાટકમાં કાંગ્રેસ-ભાજપા વચ્ચે કાંટે કી ટક્કર; કાંગ્રેસની સેન્ચુરી, ભાજપા આટલી સીટો પર આગળ

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો