PM Modi And Rahul Gandhi

Karnataka Assembly Election Result: કર્ણાટકમાં કાંગ્રેસ-ભાજપા વચ્ચે કાંટે કી ટક્કર; કાંગ્રેસની સેન્ચુરી, ભાજપા આટલી સીટો પર આગળ

Karnataka Assembly Election Result: કર્ણાટકમાં કોંગ્રેસને 116 સીટો પર બહુમત પ્રાપ્ત, ભાજપા 76 પર આગળ

નવી દિલ્હી, 13 મેઃ Karnataka Assembly Election Result: કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. આ વચ્ચે ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી ગઈ છે. જ્યારે બીજેપી બીજા અને જેડીએસ ત્રીજા નંબરે છે. સત્તાધારી ભાજપે ફરી એકવાર સત્તામાં આવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે, ત્યારે કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

અત્યાર સુધી કર્ણાટકમાં કોંગ્રેસ 116 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ પાછળ જઈ રહ્યું છે. પાર્ટી હવે 76 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ 26 સીટ પર આગળ છે.

ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ કર્ણાટકમાં 224 સીટો પર મતદાન થયું હતું. જેમાં રેકોર્ડબ્રેક 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. ત્યારે આજે લગભગ 2,615 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

આ પણ વાંચો… Drugs Seized in Rajkot: ગુજરાત એટીએસ દ્વારા રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો