Jhalak dikhhla jaa 10

Jhalak Dikhla Jaa season 10: કાજોલ નહીં પરંતુ આ બોલિવૂડ બ્યૂટી કરશે ઝલક દિખલા જા શો ને જજ

મનોરંજન ડેસ્ક, 06 જુલાઈ: Jhalak Dikhla Jaa season 10: ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાંથી એક ‘ઝલક દિખલા જા’ની 10મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. 5 વર્ષના વિરામ પછી, નિર્માતાઓ આ સેલિબ્રિટી ડાન્સ શોને ફરી એકવાર લાવ્યા છે અને અહેવાલ છે કે આ શોનું ટેલિકાસ્ટ સપ્ટેમ્બરથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે શોની છેલ્લી સીઝન વર્ષ 2017માં આવી હતી. જોકે, શોની વાપસી કરતાં પણ વધુ રસપ્રદ બાબત આ વખતે શોમાં જજોની હાજરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી સતત એવી ખબરો આવી રહી હતી કે કાજોલ અને શાહરુખ ખાન આ શોને જજ કરશે પરંતુ હવે એક લેટેસ્ટ માહિતી અનુસાર કાજોલ નહીં પરંતુ ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત આ સુપરહિટ ડાન્સ શોને જજ કરવા જઈ રહી છે. પરંતુ શું આ વખતે માધુરી શોમાં આવવાને કારણે કાજોલે શો ઠુકરાવી દીધો છે?

હાલમાં આ અંગે કોઈ માહિતી નથી.જણાવી દઈએ કે વર્ષ 2014 સુધી માધુરી દીક્ષિત આ શોને જજ કરતી હતી પરંતુ ત્યારબાદ શાહિદ કપૂર અને જેકલીન ફર્નાન્ડિઝે ખુરશી સંભાળી હતી. જો કે આ સીઝનમાં શાહિદ અને જેકલીન નહીં પરંતુ ફરી એકવાર બોલિવૂડ બ્યુટી માધુરી દીક્ષિત આ શોને જજ કરશે.

અહેવાલો અનુસાર, અભિનેત્રીએ શોને જજ કરવા માટે હા પાડી છે. ખાસ વાત એ છે કે આ શોમાં તેની સાથે અન્ય કોઈ નહીં પરંતુ કરણ જોહર પણ જોવા મળશે, જે બોલિવૂડની ડાન્સ દિવા સાથે શોને જજ કરશે. આ યાદીમાં આગળનું નામ નોરા ફતેહીનું આવે છે. અહેવાલ છે કે નોરા ફતેહીને પણ ઝલક દિખલા જા 10માં જજ બનવાની તક મળી છે.

‘ઝલક દિખલા જા 10’ માટે, (Jhalak Dikhla Jaa season 10) નિર્માતાઓએ મોહસીન ખાન, અદાહ ખાન, અર્શી ખાન, એરિકા ફર્નાન્ડિસ, હેલી દારૂવાલા, નિક્કી તંબોલી, નિમ્રિત કૌર આહલુવાલિયા, સંજય ગગનાની, શાહીર શેખ, શ્રદ્ધા આર્ય અને શુભાંગી અતરે જેવા સ્ટાર્સનો સંપર્ક કર્યો છે.

આ પણ વાંચો..Vande Gujarat Vikas Yatra: ગુજરાતથી દિલ્હી જવા માટે અરવલ્લીના બંપર નડતર રૂપ, સાંભળો.. જીતુ વાઘાણીએ કોને કહ્યાં બંપર

Gujarati banner 01