Jitu vaghani

Vande Gujarat Vikas Yatra: ગુજરાતથી દિલ્હી જવા માટે અરવલ્લીના બંપર નડતર રૂપ, સાંભળો.. જીતુ વાઘાણીએ કોને કહ્યાં બંપર

Vande Gujarat Vikas Yatra: દિલ્હીનો રસ્તો ગુજરાતથી જાય છે, અરવલ્લી જિલ્લાના બંપર હટે તો પૂરપાટ ઝડપે પહોંચીશું : જીતુ વાઘાણી

અરવલ્લી, 06 જુલાઈ: Vande Gujarat Vikas Yatra: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષોપ છાશવારે થતા રહે છે, જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી ત્રણેય એકબાજી પર આક્ષોપ કરી રહી છે, આ વચ્ચે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, દિલ્હીનો રસ્તો ગુજરાતથી જાય છે, પણ અરવલ્લી જિલ્લાના બંપરો નડે છે, જો આ બંપર ન હોય તો સ્પીડ વધી જાય અને પૂરપાટ ઝડપી દિલ્હી પહોંચી જવાય એમ છે.

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો (Vande Gujarat Vikas Yatra) પ્રારંભ કરાવવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભામાશા હોલ ખાતે પ્રજાને સંબોધન કરતા આ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 2024 નરેન્દ્ર મોદીની સરકાર પાછી લાવવી હોય તો સાથ આપવો પડશે, પણ અરવલ્લી જિલ્લામાં ભાજપને બંપરો નડે છે. જો આ બંપર નિકળી જાય તો ફટાફટ દિલ્હી પહોંચી જવાય એમ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, આ બંપર વિકાસના કામોમાં નડતાં હોય છે, એટલું જ નહીં રાજ્યના વિકાસમાં પણ આ બંપર છાશવાડે નડે છે.

બંપર એટલે કોંગ્રેસ… અરવલ્લી જિલ્લામાં ત્રણેય વિધાનસભાની બેઠક કોંગ્રેસ પાસે છે ત્યારે આડકતરી રીતે જીતુ વાઘાણીએ પ્રહાર કરતા જણાવ્યું કે, અરવલ્લી જિલ્લામાં બંપર હટાવવા જરૂરી છે, જેથી વિકાસની રસ્ફાતર વધી શકે એમ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લાની ત્રણેય બેઠક જીતવા આ વખતે ભાજપે કમર કસી છે, પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખે વન ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ આયોજિત કર્યો હતો, ત્યારે હવે રાજ્ય સરકારના વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત જીતુ વાઘાણી મોડાસા ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

આ પણ વાંચો..RPF lady constable saved child life: ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો RPF ની મહિલા કોંસ્ટેબલ એ જીવ બચાવ્યો

Gujarati banner 01