Kamaal Khan Arrested

Kamaal Khan Arrested: વિવાદીત અભિનેતા કમાલ ખાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ, જાણો શું છે મામલો?

Kamaal Khan Arrested: વિવાદિત ટ્વીટ મામલે કમાલ ખાનની બોરિવલી કોર્ટમાં પેશી

મુંબઇ, 30 ઓગષ્ટઃKamaal Khan Arrested: વિવાદીત અભિનેતા કમાલ ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. કમાલ ખાને પોલીસે મુંબઈ એરપોર્ટથી પકડ્યા છે. વિવાદિત ટ્વીટ મામલે કમાલ ખાનની બોરિવલી કોર્ટમાં પેશી છે.

કમાલ ખાન પર વિવાદિત ટ્વીટ કરવાનો આરોપ છે. કમાલ ખાને આ વિવાદિત ટ્વીટ વર્ષ 2020માં કરી હતી. આજે જેવા કમાલ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા કે તેમની ધરપકડ કરવામાં આવી. કમાલ ખાનને આજે બોરિવલી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

આ પણ વાંચો- Swami Rajarshi muni pass away: ભારતની એકમાત્ર લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક પૂજ્ય રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પોલીસના જણાવ્યાં મુજબ અભિનેતા કમાલ ખાને વર્ષ 2020માં એક વિવાદિત ટ્વીટ કરી હતી. ધરપકડ બાદ પોલીસ આજે બોરિવલી કોર્ટમાં કમાલ ખાનને રજૂ કરશે. 

ઉલ્લેખનીય છે કે, અભિનેતા કમાલ ખાનનો વિવાદ સાથે જૂનો નાતો છે. તેઓ ફિલ્મ રિવ્યૂ પણ કરે છે. આ ઉપરાંત તેમણે અનેકવાર બોલીવુડ ઈન્ડસ્ટ્રી ઉપર પણ હુમલો કર્યો છે. કમાલ ખાન અનેક હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જો કે કેટલીક ફિલ્મો કમાલ ખાને પ્રોડ્યૂસ પણ કરી છે.

આ પણ વાંચોઃ Kevda Trij vrat katha: આજે કેવડાત્રીજ, વાંચો પૌરાણિક મહત્વ અને કથા

Gujarati banner 01