Swami Rajarshi muni pass away: ભારતની એકમાત્ર લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક પૂજ્ય રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Swami Rajarshi muni pass away: હૃદયરોગના હુમલામાં વડોદરા ખાનગી હોસ્પિટલમાં તેઓનું નિધન થયું

વડોદરા, 30 ઓગષ્ટઃ Swami Rajarshi muni pass away: ભારતની એકમાત્ર લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક પૂજ્ય રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા છે. હૃદયરોગના હુમલામાં વડોદરા ખાનગી હોસ્પિટલમાં તેઓનું નિધન થયું હતું. લાઈફ મિશન અંતર્ગત રાજર્ષિ મુનિએ ગુજરાત,ભારત અને વિશ્વમાં યોગાભ્યાસ માટે સેન્ટરો શરૂ કર્યા હતા. રાજર્ષિ મુનિજીના વિશ્વમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. 

આ પણ વાંચોઃ Kevda Trij vrat katha: આજે કેવડાત્રીજ, વાંચો પૌરાણિક મહત્વ અને કથા

રાજર્ષિ યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજર્ષિ મુનિને ખૂબ જ ગાઢ સંબંધો હતા. વર્ષ 2012 માં દેશની પ્રથમ યોગ યુનિવર્સિટીની રાજર્ષિ મુનિએ કરી હતી. સ્થાપના જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આજે કાલોલના મલાવ ખાતે સવારે 8.30 કલાકે રાજર્ષિ મુનિના અંતિમ દર્શન થશે. ત્યારબાદ 2 કલાકે કાયાવરોહણ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઈ જવાશે. 31 ઓગષ્ટ સવારે 11 કલાકે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર વિધિ થશે. 

આ પણ વાંચોઃ Preparations for Bhadarvi poonam mela:માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજી હાઇવે માર્ગ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી

Gujarati banner 01