love jehad

Disa love jihad case: ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવતા, ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કહ્યું- લવ જેહાદ કરનારા વિધાર્મીઓ ચેતી જજો

Disa love jihad case: ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યુવતીઓને ફોસલાવી હાથમાં નારાસડી બાંધી, મંદિરોમાં જઇ હિન્દુઓના ખોટા નામ ધારણ કરી, યુવતીઓને ફોસલાવી ફસાવી લવ જેહાદ કરનારા વિધાર્મીઓ ચેતી જજો. હું ચીમકી આપું છું.

ડીસા, 30 ઓગષ્ટઃ Disa love jihad case:બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના માલગઢ ગામની એક યુવતીને વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેઇન વોશ કરી ધર્મપરિવર્તન કરાવતા તેમજ યુવતીના પિતાને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરી 25 લાખ રૂપિયા માંગતા યુવતીના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ડીસાના માલગઢ ગામના પરિવારને ધર્મ પરિવર્તન કરવાને લઈને યુવતીના પિતાનો આત્મહત્યાના પ્રયાસનો મામલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યુવતીઓને ફોસલાવી હાથમાં નારાસડી બાંધી, મંદિરોમાં જઇ હિન્દુઓના ખોટા નામ ધારણ કરી, યુવતીઓને ફોસલાવી ફસાવી લવ જેહાદ કરનારા વિધાર્મીઓ ચેતી જજો. હું ચીમકી આપું છું.

વિધાર્મીઓ તમારા ધંધા બંધ કરી નાખજો નહિ તો આજે નહિ તો કાલે એનું પરિણામ ખુબ ખરાબ આવી શકે છે. માંડ ગુજરાત શાંત થયું છે. માંડ બનાસકાંઠા શાંત થયું છે. જો આ પ્રકારના હિન્દુ સમાજની દિકરીઓને પરેશાન કરવાનું ચાલુ કરશો તો ક્યારેય ચલાવી લેવામાં નહિ આવે. જ્યારે મને લોકોએ ખોબલે ખોલબે મત આપ્યા છે. ત્યારે મારી નૈતિક જવાબદારી છે કે, હિન્દુ સમાજની દીકરીઓ લવ જેહાદનો ભોગ ન બને.

આ પણ વાંચોઃ Kamaal Khan Arrested: વિવાદીત અભિનેતા કમાલ ખાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ, જાણો શું છે મામલો?

ભલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ મૃદુ સ્વભાવના લાગતાં હોય પણ તે લવ જેહાદને ચલાવી નહિ લે. સુતેલા સિંહની પૂંછડી ઉપર વારંવાર કુદકા મારવાનું બંધ કરી દો, નહિતર સિંહ જાગશે અને પંજો મારશે તો ગોત્યા નહિ જડો એ સમજી લેજો. આ મારી સ્પષ્ટ ચેતવણી છે.

શું છે સમગ્ર મામલો
સમગ્ર રાજ્યમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ધર્મ પરિવર્તનનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા પંથકમાં સામે આવ્યો છે. જેમાં ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા એઝાઝ મુસ્તુફા શેખ નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેઇન વોશ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. 

જોકે, તે બાદ યુવતીના ભાઈ આકાશનું બ્રેઇન વોશ કરી હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાવી અને હાઈકોર્ટના આદેશ અનુસાર આકાશ તેની માતા અને બહેન પિતાથી અલગ રહેવા જતા રહ્યા હતા. પરિવારથી વિખુટા પડેલા પિતા હરેશભાઈએ એઝાઝ પાસે તેમના પત્ની અને સંતાનો પરત માંગવા ગયા હતા. તો એઝાઝ સહિત 5 લોકોએ યુવતીના પિતા હરેશભાઈને પણ ધર્મપરિવર્તન કરાવવાનું કહી જો પરિવાર પરત જોઈતો હોય તો રૂ. 25 લાખની માંગ કરતા યુવતીના પિતા હરેશ ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતામાં રહેતા હતા.

આ પણ વાંચો- Swami Rajarshi muni pass away: ભારતની એકમાત્ર લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક પૂજ્ય રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Gujarati banner 01